[ad_1]

જામનગર, તા. 05
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના હજામચોરા ગામમાં રહેતી એક મહિલાએ ગઈકાલે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની વતની અને ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા અશ્વિનભાઈ પટેલ ની વાડી માં રહીને ખેત મજૂરી કામ કરતી પોંગરીબેન અજમેર ભાઈ પરમાર નામની ૪૯ વર્ષની શ્રમીક મહિલાએ ગત 25મી ડિસેમ્બરના દિવસે પોતાના ઘેર પાકમાં છાંટવાની ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં ગઈ કાલે સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પતિ અજમેર ભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link






