જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં આર્થિક સંકળામણ ના કારણે પરપ્રાંતિય શ્રમિક યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત

On: January 3, 2022 10:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા ૩, 

જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહીને મજૂરીકામ કરતા મૂળ મધ્ય પ્રદેશના વતની એવા પરપ્રાંતીય યુવાને પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે બાવળની ઝાડીમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. જે મામલે જામજોધપુર પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ જામજોધપુર તાલુકા પરડવા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના વતની એવા દિવાનભાઈ થાવરિયા ભાઈ મેડા નામના 26 વર્ષીય શ્રમિક યુવાને ગઈકાલે સવારે સાતેક વાગ્યાના અરસામાં અમરાપર ગામમાં ખાણ વિસ્તારમાં એક બાવળની ઝાડની ડાળી માં ગળાફાંસો ખાઈ લઈ પોતાની જિંદગીના અંત લાવી દીધો હતો.

આ બનાવ અંગે મૃતકની પત્ની રેખાબેન દિવાનભાઈ એ પોલીસને જાણ કરતાં જામજોધપુરનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક શ્રમિક યુવાન ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે પોતાના ઘરનું ગુજરાન પૂરું થઈ શકતું ન હોવાથી જે બાબતે તેને મનમાં લાગી આવતાં ગળાફાંસો ખાઇ જીવ દીધો હોવાનું જાહેર થયું છે. જામજોધપુર પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!