[ad_1]

વડોદરા, તા. 29
આસામ ખાતે સીઆરપીએફમાં ફરજ બજાવતા જવાને મોબાઈલ ફોન ઉપર વાતચીત દરમિયાન પત્ની સાથે ઝઘડો કરી ત્રણ વાર તલાક બોલી છૂટાછેડા આપી દેતા પરિણીતાએ સાસુ અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના છાણી વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલા શેહનાઝબાનું ( નામ બદલ્યું છે) ના લગ્ન વર્ષ 2૦1૦ દરમિયાન મુસ્લિમ સમાજના રીતરિવાજ મુજબ આસિફખાન પઠાણ સાથે થયા હતા. તેમના પતિ છેલ્લા 15 વર્ષથી આસામ ખાતે સીઆરપીએફ પોલીસ ફોર્સમાં ફરજ બજાવે છે. અને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, લગ્નના બે મહિના બાદ પતિ તથા સાસુની શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ ફરજ પરથી રજા લઈ ઘરે આવે ત્યારે મારઝૂડ કરતો હતો. જેથી કંટાળી પોલીસ ફરિયાદ કરતા પતિએ સોગંદનામામાં ખાતરી આપી હતી કે, હવે પછી શારીરિક અને માનસિક ત્રાસ નહીં આપીએ. સુખ દુઃખના પ્રસંગમાં જવા પતિ માથાકૂટ કરતો હતો . નવેમ્બર મહિના દરમિયાન લગ્ન પ્રસંગમાં ગયા બાદ પુત્રની તબિયત લથડતા માતા-પિતાના ઘરે પરિણીતા રોકાઈ હતી. તે સમયે મોબાઈલ ફોન ઉપર પતિએ ઝઘડો કરી ત્રણ વખત તલાક બોલી છૂટાછેડા આપી દીધા હતા. તેવી ફરિયાદના આધારે પોલીસે આસિફખાન પઠાણ તથા નૂરઅખ્તર પઠાણ ( બંને રહે -કુમાર ચાલ, જુના છાણી રોડ) વિરુદ્ધ મુસ્લિમ મહિલા અધિનિયમ તથા સ્ત્રી અત્યાચાર અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link






