[ad_1]
ભુજ, ગુરૃવાર
ભુજ શહેરના આત્મારામ સર્કલ પાસેના જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે રેલવે વિભાગ દ્વારા વર્ષોથી થયેલા શ્રમજીવીઓના કાચા-પાકા રહેણાંક દબાણો દુર કરવાની કામગીરી કરી હતી. જેનાથી તંત્ર અને દબાણકારો વચ્ચે માથાકુટ થઈ હતી બીજીતરફ કોંગ્રેસે કડકડતી ઠંડીમાં માનવતા નેવે મુકીને ગરીબોને છત વગરના કરી નાખવાની નીતી સામે વિરોધ દર્શાવીને કલેકટરને તાત્કાલિક કામગીરી રોકવા માંગણી કરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ રેલવે તંત્ર દ્વારા એક મહિના પહેલા અહીં ઝુંપડા બાંધીને રહેતા લોકોને નોટીસ આપીને જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું.પરંતુ આમછતાં કોઈએ સ્વૈચ્છાએ કામ ન કરતા આજે રેલવે તંત્ર ૧૫૦થી વધુ પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત વચ્ચે ૭૦થી વધુ દબાણો દુર કરવાની કડક કામગીરી કરી હતી. બીજીતરફ ૫૦ વર્ષાથી વધુ સમયાથી અહીં રહેનારા શ્રમજીવીઓએ કોઈ વૈકલ્પિક વ્યવસૃથા વિના આ રીતે દુર કરવાના કામ સામે વિરોધ કરીને તંત્ર સામે નારાજગી ્વ્યકત કર ીહતી. લોકોએ જણાવ્યું હતુ ંકે, જ્યારે નોટીસ અપાઈ હતી ત્યારે પણ વૈકલ્પિક વ્યવસૃથા કરવાની માંગ કરી હતી. હાલે કડકડતી ઠંડીમાં બાળકો અને બિમાર વૃધૃધોને લઈને ક્યાં જવું તે સવાલ ઉભો થયો છે. વહીવટીતંત્ર અન્યત્ર વ્યવસૃથા કરે તે બાદ હટાવે તેવી માંગ દોહરાવી હતી. બીજીતરફ રેલવેએ જેસીબી , ટ્રેકટર અને કામદારોની મદદાથી કાચા-પાકા દબાણ ખસેડી નાખ્યા હતા. આ અંગે કચ્છ કોંગ્રેસને જાણ થતાં સૃથળ પર કાર્યકરો ધસી ગયા હતા. અિધકારીઓની ગરીબોને નોંધારા કરવાની નીતી સામે વિરોધ કરીને વૈકલ્પિક વ્યવસૃથા કર્યા બાદ દબાણો દુર કરાય તેવી માંગ કરી હતી. આ મામલે કલેકટરને રજુઆત કરી હતી.
[ad_2]
Source link






