દિવાળીના તહેવારમાં ઘરાકી નીકળતા ભુજના વેપારીઓમાં ખુશીની લાગણી

On: December 19, 2021 1:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,સોમવાર

કોરોના કાળને કારણે બજારમાં મંદીનો ઓછાયો આવી ગયો છે. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓાથી કોરોનાના કેસો ઘટવા માંડતા હવે જન જીવન રાબેતા મુજબ ધબકતુ થયુ છે. દોઢેક વર્ષાથી વેપારીઓના ધંધા ચોપટ થઈ ગયા  છે. ગત દિવાળીના પણ બજારમાં ખાસ ખરીદી જોવા મળી ન હતી. ત્યારે, આ વર્ષે કોરોના નબળુ પડતા ભુજમાં હોલસેલ અને રિટેઈલ માર્કેટમાં ઘરાકી નિકળી છે. આગામી સમયમાં ભુજની બજારમાં રોનક દેખાશે. જો કે, તાલુકા માથકોએ છેલ્લા દિવસોમાં ખરીદી નિકળશે.

ગત રોજ રવિવાર હોવા છતા ભુજની બજારમાં દુકાનો ખુલી જોવા મળી હતી. એટલે, દિવાળીની ખરીદીના અણસાર આવી રહ્યા છે. તો બીજીતરફ, છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યુ હોવાથી વેપારીઓ પણ આ ઓનલાઈન વેપલો ચાલુ કર્યો છે. નવરાત્રિ પૂર્ણ થતા જ દિવાળીની ઘરાકી નિકળતા વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. હોલસેલ માર્કેટમાં ઘરાકી સારી જોવા મળે છે. પરિણામે, રીટેલ માર્કેટમાં પણ ઘરાકીની અસર દેખાઈ છે. કાપડ બજારમાં ઘરાકી નિકળતા ટેલરોને દિવાળીનું કામ મળતુ શરૃ થયુ છે. 

ભુજમાં વાણિયાવાડ, અનમ રીંગ, રોડ, મહેર અલી ચોક, છઠ્ઠીબારી રીંગ રોડ સહિતની બજારમાં સવારે અને સાંજના ભાગે ગ્રાહકોની ચહલ પહલ જોવા મળી રહી છે. જેમ જેમ દિવાળી નજીક આવશે તેમ તેમ કપડા, ચંપલ બુટ, ડ્રાયફ્રુટ, મીઠાઈ, ચોકલેટ, ગીફટની ખરીદીનું પ્રમાણ વાધશે. આમ, આ વર્ષે ખરીદીમાં રોનક દેખાતા આગામી દિવાળીનો તહેવાર સુાધરે તેવી વેપારીઓને આશા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!