અમરોલીમાં કરિયાણાની દુકાનમાં લાગેલી આગથી નાસભાગ, કરિયાણા સહીત સામાન બળી ગયું

On: December 18, 2021 10:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

(પ્રતિનિધિ દ્વારા) સુરત શનિવાર

અમરોલી ખાતે એક કરિયાણાની દુકાનમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગતા સ્થળ ઉપર અફડાતફડી મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ અમરોલી ખાતે જલારામ નગર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીકમાં મુરલીધર કરિયાણા એન્ડ કોલ્ડ્રિંક્સ નામની દુકાન આવેલી છે. શુક્રવારે મોડી રાત્રે અચાનક દુકાનમાં આગ લાગી ગઈ હતી. આસપાસ હાજર લોકોએ દુકાનમાંથી નીકળતો ઘુમાડો અને આગ જોઈ જતા સ્થળ ઉપર ભાગદોડ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરતા કોસાડ ફાયર સ્ટેશનથી ફાયર ઓફિસર પ્રિંતેશ પટેલ સહીત ફાયરના જવાનો સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને પાણીનો છંટકાવ કરી અડધો કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. આગના કારણે દુકાનમાં રહેલ કરિયાણાનું સામાન તથા નોટબુક્સ સહીત મોટા પ્રમાણમાં સામાન નુકશાન થયું હતું આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!