[ad_1]
વડાલી તા. 13
જૈન સમાજના ૧૬ મા તીર્થકર શ્રી શાંતિનાથ દાદાની રવિવારે વડાલીમાં
૮૦૦ વર્ષ બાદ નગળયાત્રા નીકળી હતી.જેમાં જૈન ધર્મના ૮ મોટા આચાર્યો સહિત ૧૦૦ સંતો અને
સંન્યાસીનીઓ સાથે દેશભરમાંથી આવેલા ૫૦૦ કલાકારોએ પોતાની અદભુત કલાઓ રજુ કરતા નગર હિંડોળે
ચઢયું હતુ.આ નગરયાત્રામાં સર્વ સમાજના લોકોએ જોડાઈ શાંતિનાથ દાદાના દર્શન કરી ધન્ય
થયા હતા.
વડાલી શહેરની મધ્યે જૈન સમાજના ૧૬ તીર્થંકર શાંતિનાથ દાદાનું
ભવ્યાતિભવ્ય શિખરબંધ દેરાસર બનાવવામાં આવ્યું છે.જેમાં સોમવારે સવારે દાદાનો વાજતેગાજતે
ગર્ભગૃહ પ્રવેશ કરાવવામાં આવશે.જે અંતર્ગત રવિવારે દાદાની ૮૦૦ વર્ષ બાદ શહેરમાં રાજાશાહી
નગરયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જૈન સમાજના ગછયાધિપતિ રાજય સંસુરીજી મહારાજ,વડાલી તીર્થોધ્ધારક
યશોવર્મસુરીજી મહારાજ,ઉપકારી પ્રદીપચંદ્ર સુરીજી મ.સા.સહિત ૮ મોટા આચાર્યો તેમજ
૧૦૦ થી વધુ સંતો,સન્યાસીનીઓ
જોડાઈ હતી. જેમાં દેશના ખૂણેખૂણેથી આવેલા ૫૦૦ કલાકારોએ દેશીભાતની અદભુત કલાઓ પ્રદશત
કરતા લોકો જોઈ ચકિત થઈ ગયા હતા.જેમાં અનેક મંડળીઓ, ગૃપો અને ખ્યાતનામ બેન્ડ,૮૦ સાબેલા,અશ્વો,બગીઓ તેમજ વિવિધ શણગારોથી
સજ્જ વાહનો જોડાયા હતા.
યાત્રામાં પધારનાર દાદાને
આવકારવા શહેરમાં ઠેર ઠેર રંગોળીયો,દીવડાઓ,પુષ્પવર્ષા કરી,બુકે આપી, બેનરો, તોરણ, હોડગ્સ લગાવવામાં આવ્યા હતા.તેમજ શહેરના દરેક ગરે સન્માન
સાથે મહાપ્રસાદ તેમજ મીઠાઈ વેચવામાં આવી હતી.
યાત્રામાં જોડાનાર યાત્રારૂઓ માટે લોકો દ્વારા લીંબુ સરબત,દૂધ,સાકાર એલચી પાણી,શીતજલ, પીણાંની લોકો દ્વારા ઠેર ઠેર વ્યવસ્થા કરવામાં આવી હતી.આ યાત્રાને શહેરના તમામ
ધર્મ કોમના લોકોએ સાથ આપી તેમાં જોડાઈ બજાર સજ્જડ બંધ રાખ્યું હતું.
[ad_2]
Source link






