[ad_1]
![]()
ભરૂચ: ટ્રાફીકનું ભારણ ઓછુ કરવા માટે કસક ગળનાળુ પહોળુ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગોલ્ડન બ્રીજને સમાંતર નર્મદા મૈયા પુલ બન્યા પછી ગોલ્ડન બ્રીજ પર ટ્રાફીકનું ભારણ નહીવત થઈ ગયુ છે. પરંતુ આ સ્થળે ગુરૂદ્વારા અને રહેણાંક મકાનો આવેલા હોવાથી ગરનાળુ પહોળુ કરવાનું શરૂ કરાયુ હતું. એક મહીના સુધી કામગીરી ચાલી હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. પરંતુ આ વાહન ચાલકો હવે રાહત અનુભવશે. સાંકળા કસક ગરનાળાને પહોળુ કરી સાડા પાંચ મીટર પહોળુ કરી દેવાયુ છે. આજે આ કામ સંપૂર્ણ રીતે પુરૂ થઈ ગયુ હોવાથી તેને વાહનવ્યવહાર માટે ખુલ્લુ મુકાયુ હતું.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા કસક ગરનાળાની કામગીરી પણ ચાલતી રહી છે. જે નજીકના દિવસમાં પુરી કરી દેવામાં આવશે તેવી માહિતી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે આપી હતી.
[ad_2]
Source link






