Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા દુષ્કર્મ કેસ: OASIS સંસ્થાના ટ્રસ્ટી સંજીવ શાહ, પ્રીતિ નાયર અને વૈષ્ણવી સામે પોલીસ ફરિયાદ

On: December 6, 2021 12:19 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 06 ડિસેમ્બર 2021 સોમવાર 

વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ ખાતે ના બહુચર્ચિત ગેંગરેપ કેસમાં ભારે ઊહાપોહ સર્જાયા બાદ આપઘાત કરનાર પીડિતાને મદદરૂપ થવાને બદલે દુષ્કર્મ બાબતે માહિતી છુપાવનાર ઓએસિસ સંસ્થાના સંચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે.

વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં આપઘાત કરી લેનાર યુવતીની ડાયરી પરથી તેના પર વડોદરામાં વેક્સિન ગ્રાઉન્ડ ખાતે દિવાળી પહેલા ગેંગરેપ થયો હોવાની વિગતો બહાર આવી હતી.વડોદરા માં ઓએસિસ સંસ્થામાં અભ્યાસ કરતી નવસારીની યુવતી ના બનાવ અંગે રેલવે પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા તેમજ કથિત ગેંગરેપનો ગૂનો નોંધ્યો હતો.

બીજી તરફ યુવતી તેમજ વેક્સિન ગ્રાઉન્ડ ખાતે તેને મદદરૂપ થયેલા બસ ડ્રાઈવરે સમગ્ર બનાવ અંગે ઓએસિસ સંસ્થામાં પીડિતાની સાથે ભણતી વૈષ્ણવી નામની યુવતીને કરી હોવાની વિગતો બહાર આવી હતી. વૈષ્ણવી એ આ બનાવની જાણ સંસ્થા ની મુખ્ય સંચાલિકા પ્રિતી નાયર તેમજ તેના પતિ સંજીવ શાહને કરી હતી.

ઓએસિસ સંસ્થાના ઉપરોક્ત ત્રણેય જણાએ બનાવની જાણ સમયસર પોલીસને કરી હોત અથવા તો પીડિતાના માતા-પિતાને કરી હોત તો તેનો જીવ બચી શકે તેવી શક્યતા હતી. પરંતુ તેમણે આ બનાવની જાણ નહીં કરી ગંભીર બેદરકારી રાખી હતી. આ ઉપરાંત તેમણે સહયોગ કર્યો હોત તો આરોપી પણ પકડાઈ જાય તેવી શક્યતા હતી. પરંતુ તેમણે શરૂઆતમાં પણ કોઈ સહયોગ કર્યો ન હતો.

ઓએસિસ સંસ્થા સામે પીડિતાના માતા-પિતા ઉપરાંત પશ્ચિમ વિભાગ હિત રક્ષક સમિતિ સહિતના લોકોએ ગંભીર આક્ષેપો કરતા વડોદરા શહેર પોલીસ કમિશનરે સંસ્થા સામેની તપાસ ક્રાઇમ બ્રાંચના એસીપી ડી એસ ચૌહાણ ને સોંપી હતી. તપાસના અંતે ક્રાઈમ બ્રાન્ચે ઓએસિસ સંસ્થાના સંચાલક દંપતી તેમજ પીડિતાની બહેનપણી સામે બેદરકારી સેવવા બદલ ગુનો નોંધ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!