[ad_1]
ભુજ, શનિવાર
કચ્છ જિલ્લામાં કોરોનાના કેસોથી રાહત છે. ગત રોજ શુન્ય કેસ નોંધાયા બાદ આજે ભુજના ગ્રામિણ વિસ્તારમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. તો બીજીતરફ એક દર્દી સ્વસૃથ થતા તેને પણ હોસ્પીટલમાંથી રજા અપાઈ હતી. જિલ્લામાં એકટીવ પોઝીટીવ કેસ હવે ૮ બચ્યા છે. કુલ કેસોનો આંક ૧૨૬૭૮ નોંધાયા છે.
બીજીતરફ ભુજ શહેરમાં સરાયાવાળા માતમમાં આવેલ ઘર નં.૧ તાથા બાજુમાં આવેલ ઘર નં.૨, એમ કુલ-૨ (બે) ઘર, જુની રાવલવાડી વિસ્તારમાં રામદેવપીર મંદિરની બાજુમાં આવેલ ઘર નં. ૨૧૦, માધાપર નવાવાસ ગામે એમ.એસ.વી. હાઈસ્કુલ પાછળ સેવક સમાજવાડી સામે આવેલ ઘર નં.૧ થી ઘર નં.૧૦ સુાધી, નારાણપર (રા) ગામે પટેલવાસમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુાધી, મિરઝાપર ગામે યક્ષનગરમાં આવેલ ઘર નં.૧ થી ઘર નં.૯ સુાધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
[ad_2]
Source link






