[ad_1]
![]()
ભરૂચ: નારેશ્વરના પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીની પુણ્યતિથિ નિમિત્તે પરિવાર નવાડેરા ભરૂચ દ્વારા પૂજ્ય શ્રી બાપજીને ગમતા ત્રણ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં આયુર્વેદિક, હોમિયોપેથી તેમજ દાંતના રોગો ની:શુલ્ક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. આ ઉપરાંત જિલ્લા આર્યુવેદ શાખાના સહયોગથી કોરોના વેકસીન તથા ઉકાળાનું વિતરણ કરાયુ હતું. બાપજીની 54મી પુણ્યતિથિ એ જ નર્મદા પરિક્રમા વાસીઓ માટે અને કિડની અર્પણવિધિ નું પણ આયોજન પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. નવેઠા સ્થિત સદાનંદ અવધૂત આશ્રમ કે જે વર્ષોથી પરિક્રમાવાસીઓ ને સવાર સાંજ ચા-નાસ્તો અને ભોજનની પ્રસાદી આપવાનું સેવા કાર્ય કરે છે..આ મેડિકલ કેમ્પમાં દતોપાસક પરિવારના સભ્યો ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પનું વધારે લોકોને લાભ મળે તેવા પ્રયાસ હાથધર્યા હતા..
[ad_2]
Source link






