જામનગરમાં વુલન મિલ નજીક પ્લાસ્ટિકના ભંગારના વાડામાં આગનું છમકલું

On: December 3, 2021 2:07 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા, 3 ડિસેમ્બર 2021 શુક્રવાર

જામનગરમાં દિગજામ મિલર રોડ પર આવેલા  ભંગારના વાડામાં રખાયેલા પ્લાસ્ટિક અને લાકડા તથા પુઠાના ભંગારના જથ્થામાં અકસ્માતે આગ લાગી હતી. ફાયરબ્રિગેડ દોડી જઇ પાણીના એક ટેન્કર વડે આગ ને બુજાવી છે.

આગના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દીગજામ મિલ રોડ પર મહાકાળી મંદિર પાસે આવેલા જય માતાજી સ્ક્રેપ નામના ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટિક અને લાકડા તથા પૂંઠા ભંગારમાં અકસ્માતે આગ લાગી હતી.

આગના આ બનાવ અંગે ભંગારના વાડા ના માલિક વિપુલભાઈ રમેશભાઇ રાઠોડે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લીધી હતી. જેથી આગ વધુ પ્રસરતિ અટકી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!