Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ચેક રિટર્નના બે કેસમાં બે આરોપીને છ-છ માસની કેદ

On: December 3, 2021 1:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

તલોદ, તા. 2

તલોદ ખાતે આવેલી જ્યુડી. મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે
ચેક રીટર્નના બે અલગ અલગ ગુનાઓમાં બંને આરોપીઓને ૬-૬ માસની સાદી કેદની સજા
ફટકારીને બંનેને રૂ. ૧૦-૧૦ હજાર દંડ પણ ફટકારેલ છે. દંડ નહીં ભરે તો આરોપીઓને વધુ
૧ માસ સાદી કેદ ભોગવવી પડશે તેવો પણ હુકમ તલોદની સિવિલ કોર્ટના જ્યુડી.
મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એમ.એફ. પઠાણે કરી છે.

તલોદના ઉમા કેટર્સ વાળા અશોક ગણપતભાઈ રાજગોર (રસોઇયા)એ
પ્રાંતિજ તાલુકાના રામપુરા (આમોદરા)ના રહીશ રમેશજી રામાજી પરમાર ને ત્યાં તેમની
દિકરીના લગ્ન પ્રસંગે તા. ૨૬-૪-૧૮ ના રોજ ૧૦૦ માણસોની રસોઈ બનાવી હતી. રૂ. ૯૦ હજાર
નિર્ધારીત રકમ સામે બાનામાં અશોક રાજગોરને રમેશજી પરમારએ  રૂ. ૧૦ હજાર આપ્યા હતા.

બાકીના રૂ. ૮૦ હજારની જુન માસમાં ઉગરાણી કરતાં આપેલ ચેક તા.
૯-૧-૨૦૧૯ના રોજ ખાતામાં બેલેન્સ નહીં હોવાના મેમા સાથે પરત ફર્યો હતો. બાદ ન્યાય
મેળવવા કેટરર્સે (રસોઈયા) રાજગોરે કોર્ટમાં કેસ 
દાખલ કર્યો હતો. ફરીયાદી રસોઇયા રાજગોરના વકીલ આર.એચ. પંડયા અને આરોપીના
વકીલ સી.યુ. પરમારની દલીલો બાદ આખરે આરોપી ઇસમ રમેશજી પરમારને ધી નેગોશીએબલ
ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ મુજબ દોષીત ઠરાવીને સિવિલ જજ એમ.એફ. પઠાણે ઉક્ત
સજા/દંડ ફટકાર્યો છે.બીજા કીસ્સામાં મોડાસા તાલુકાના દાવલી ગામના ધનજીભાઈ ડી. વણકર
અને મોડાસા તાલુકાના શામપુરના રહીશ કનુભાઈ બાલાભાઈ પરમાર  મિત્રો હતા. ધનજીભાઈ તલોદ સ્ટેટ બેંક ઓફ
ઇન્ડિયામાં સિક્યોરીટી તરીકે ફરજ બજાવે છે. શામપુરના કનુભાઈ પરમાર એ મિત્રતાના
નાતે ઓગષ્ટ ૨૦૧૮માં ધનજીભાઈ પાસેથી જમીન ખરીદવા માટે રૂ. બે લાખ ઉછીના લીધા હતા.
બાદ સમયાંતરે કનુ પરમાર એ તા. ૧૫-૧-૧૯ના રોજનો એક ચેક રૂ. ૨ લાખનો આપ્યો હતો. જે ચેક
તા. ૧૬-૧-૧૯ના રોજ અપૂરતા બેલેન્સને કારણે પરત ફર્યો હતો. બાદ પણ ઉઘરાણીમાં કંઇ
નહીં મળતાં મિત્ર કનુ પરમાર સામે ગુનો દાખલ કર્યો હતો જેમાં આખરે તલોદની કોર્ટના
જ્યુડી. મેજી. ફ.ક. એમ.એફ. પઠાણએ આરોપી કનુ પરમારને દોષીત ઠરાવીને છ માસની સાદી
કેદ અને રૂ. ૧૦ હજર દંડ ફટકારેલ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!