
અમદાવાદ જાસપોર ખાતે બની રહેલા ઉમિયા માતાના ભવ્ય મંદિરના પ્રચાર પ્રસાર અર્થે ઉમિયા માતાનો રથ તારીખ 5 અને 6 જુનના રોજ વાપી ખાતે આગમન થશે જેનું ઉમિયા પરિવાર વાપી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જાસપોર ખાતે ઉમિયામાતાનું ભવ્ય મંદિર બની રહ્યું છે જ્યાં 100 એકર જગ્યામાં જાસપોર ખાતે 504 ફૂટશિખર અને 1440 પિલર ઉપર મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે જ્યાં ધર્મશાળા હોલ ,કથા માટે હોલનું નિર્માણ થનાર છે ત્યારે ધર્મ.પ્રેમી પ્રજાને દર્શન આપવા માટે તેમજ ભવ્ય મંદિરના પ્રચાર પ્રસાર અર્થે ઉમિયા માતાનો રથ બે દિવસ વાપી ટાઉન અને વાપી જી આઈ ડી સી માં તારીખ 5 અને 6 જુનના વિવિધ વિસ્તારમાં ફરશે માતાજીના રથના ભવ્ય સ્વાગત માટે પાટીદાર સમાજની મહિલાઓ વિશેષ સાડી સાથે માથે કળશ લઈ આગળ રહેશે.આ રથ બન્ને તારીખે રાત્રે રોફેલ ગ્રીમ્સ મેદાન ઉપર રાત્રી રોકાણ કરશે સાથે ગરબા મહોત્સવ પણ બન્ને રાત્રે યોજાશે નોંધનીય છે કે વાપીમાં અંદાજિત
25000 પાટીદારો વસવાટ કરે છે જેમના આંગણે તેમના કુળદેવી નો રથ આવી રહ્યો હોય ત્યારે તેઓ માં તેના સ્વાગત માટે ની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી હોવાની માહિતી સતીશ પટેલ તેમજ નરેન્દ્રભાઈ દ્વારા વી આઈ એ ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી






