મલાણા તળાવમાં નર્મદાનું પાણી નહી ભરાય તો મહિલાઓ આંદોલન છેડશે

On: March 23, 2022 2:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાલનપુર,
તા.22

પાલનપુર તાલુકાના મલાણા પંથકમાં સિંચાઈ અને પીવાના પાણીની
જટિલ સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ ઓએ બેઠક યોજી જળ સમસ્યાનો કાયમી ઉકેલ
લાવવામાં નહિ આવે તો મલાણા પંથકના ૫૦ ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે
પશુઓ સાથે પાલનપુર કલેકટર કચેરીએ દેખાવો યોજવાની ચીમકી ઉચ્ચારી હતી.

બનાસકાંઠામાં ભૂગર્ભ જળ સ્તર દિન પ્રતિદિન ઉંડા જઈ રહ્યા
હોય વિવિધ વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે.જેમાં
પાલનપુર તાલુકાના મલાણા પંથક છેલ્લા કેટલાય વર્ષો થી જળ સંકટનો સામનો કરી રહ્યો
હોય આ પંથકમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મલાણા ગામના તળાવમાં
નર્મદાનું ભરવાની માંગ સાથે તાજેતરમાં પચાસ ગામના ખેડૂતોએ મલાણા થી પાલનપુર સુધી
ટેક્ટર અને બાદમાં પગપાળા રેલી યોજી 
કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જળ સમસ્યાનું નિરાકરણ લાવવા અલ્ટીમેટમ આપવામાં
આવ્યું હતું.તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા ૨૨ માર્ચના વિશ્વ મહિલા દિવસે મલાણા
ખાતે મોટી સંખ્યામાં મહિલાની બેઠક મળી હતી.જેમાં સરકાર દ્વારા સત્વરે મલાણા
તળાવમાં પાણી ભરવામાં નહિ આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે
પોતાના પશુઓ સાથે કલેકટર કચેરી ખાતે દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જોકે મલાણા
તળાવ માં પાણી ભરવાની માંગ દિનપ્રતિદિન પ્રબળ બની રહી છે.જેમાં અગાઉ ખેડૂત આંદોલન
બાદ પણ માંગ સંતોષવામાં ન આવતા હવે મહિલા આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.

તળાવ પાણીથી ભરવા ખેડૂતોએ રેલી યોજી હતી

મલાણા તળાવના નર્મદાનું પાણી ભરવાની માંગ સાથે તાજેતરમાં
પચાસ ગામના પાંચ હજાર જેટલા ખેડૂતો મલાણાથી ટેક્ટર રેલી પાલનપુર આવ્યા હતા જ્યાં
આબુ હાઇવે થી પગપાળા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.તેમ છતાં
હોઈ કાર્યવાહી ન થતા હવે મહિલા ઓએ આંદોલનનો મિજાજ બનાવ્યો છે.

૨૫ માર્ચે 
યોજાનારું જળ આંદોલન મોકૂફ રખાયું

મલાણા તળાવમાં પાણી નાખવાની માંગ ને લઈ તા.૨૫ માર્ચના રોજજળ
આંદોલનનું એલાન  કરાયું હતું.પરંતુ ધો.૧૦
અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૃ થતી હોય ખેડૂતોની બેઠકમાં ૨૫ માર્ચના
જળ આંદોલનને મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હતો અને પરીક્ષા બાદ ૧૨ એપ્રિલે આંદોલનની
નવી રણનીતિ ઘડવામાં આવશે.

પાણીની માંગ નહિ સંતોષાય તો પશુઓ સાથે આંદોલન કરાશે

રમીલાબેન ચૌધરી નામની પશુપાલક મહિલાએ જણાવ્યું હતું મલાણા
પંથકમાં પાણીના અભાવે પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો છે.તેમજ સિંચાઈની મોટી સમસ્યા
સર્જાય છે ત્યારે સરકાર દ્રારા મલાણા તળાવમાં પાણી ભરવાની માંગ નહિ સંતોષાય તો
આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની સાથે પશુઓ સાથે પાલનપુર કલેક્ટર કચેરીમાં દેખાવો
કરવામાં આવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!