[ad_1]

જામનગર, તા.21 માર્ચ 2021,મંગળવાર
જામનગર જિલ્લાના કાલાવડમાં વિકાસ કોલોની વિસ્તારમાં રહેતા 75 વર્ષીય બુઝુર્ગ કે જેઓએ પોતાની માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં વિકાસ કોલોની નજીક આંબેડકરનગરમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા નારણભાઈ ડુંગરભાઇ ચૌહાણ નામના 75 વર્ષના બુઝુર્ગ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા. જે બિમારી સહન નહીં થતા તેઓએ તા 15.૩.2૦2૦ના દિવસે પોતાના મકાનની અગાસીમાં ગોદડા સળગાવી તેના આધારે પોતે અગ્નિસ્નાન કરી લીધું હતું. જેથી તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં લાંબી સારવાર પછી તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે મૃતકના પુત્રએ પોલીસને જાણ કરતાં કાલાવડની પોલીસ ટુકડી જી.જી.હોસ્પિટલે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ વગેરે કરાવ્યું હતું. માનસિક અસ્થિરતાને કારણે આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે.
[ad_2]
Source link






