સુરેન્દ્રનગર જિલ્લામાં રૂા. 1194 લાખથી વધુના 483 વિકાસ કામ મંજૂર

On: March 21, 2022 10:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આયોજન મંડળની બેઠક મળી 

– પીવાનું પાણી, રસ્તા, પેવર બ્લોક જેવા સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપવા તાકિદ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય રાજયમંત્રી અને સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ અંતર્ગત ૨૦૨૨-૨૩ના વર્ષ માટે અંદાજીત રૂપિયા ૧૧૯૪ લાખથી વધુના ૪૮૩ વિકાસ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યુ હતુ. 

પ્રભારી મંત્રી દેવાભાઈ મામલે ઉપસ્થિત અધિકારી – પદાધિકારીઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારી માટેના કામો પીવાનું પાણી, રોડ રસ્તા, પેવર બ્લોક જેવા સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપવા જણાવ્યુ હતું. જિલ્લા આયોજન અધિકારી એન.જી પટેલે ૨૦૨૨-૨૩ના વર્ષનું વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓનું આયોજન જિલ્લા આયોજન મંડળમાં રજૂ કર્યુ હતું. 

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ધારાસભ્ય સર્વ ધનજીભાઈ પટેલ, પરસોત્તમભાઈ સાબરીયા, ઋત્વિકભાઈ મકવાણા, નૌશાદભાઈ સોલંકી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લાની નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખો, તાલુકા વિકાસ અધિકારીઓ તથા સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!