[ad_1]

વડોદરા, તા. 21
પર્સનલ લોનની રિકવરી મુદ્દે બજાજ ફાઇનાન્સના એજન્ટોએ મોડી રાત્રે લોન ધારકના ઘરે પહોંચી અપશબ્દો બોલી પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. હુમલાખોરોએ નાની સાયકલ ઉઠાવી લોનધારકના માથે ફેંકી ઇટના ટુકડાઓનો ઘા કરી લોનધારકને ઇજા પહોંચાડી હતી.
વડોદરાના આજવા રોડ ઉપર વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ માત્રોજા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2021માં હુએ બજાજ ફાઇનાન્સ માંથી 1.50 લાખની પર્સનલ લોન લીધી હતી. જેનો માસિક હપ્તો 5258 છે. જે હપ્તા નિયમિત ચૂકવતો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આર્થિક સંકડામણ ઉભી થતા હપ્તો ચૂકવી શક્યો નથી. જેની રિકવરી માટે બજાજ ફાઇનાન્સના એજન્ટ સુમિત અશોક ભાઈ કહાર , ભાવેશ સોમસિંહ ગોહિલ (બંને રહે- બી એસ યુ પી વુડાના મકાન ,બાપોદ) અને પાર્થિવ રાકેશ ભાઈ વસાવા (રહે- જાંબુડિયા પુરા) રાત્રે 9 વાગ્યે મારા ઘરે ધસી આવ્યા હતા. અને હપ્તો કેમ નથી આપતો તેમ કહી અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી. મારી પત્ની મને બચાવવા વચ્ચે આવતા તેને પણ ધક્કો માર્યો હતો. ઘર આંગણે મારા દીકરાની નાની સાઇકલ ઉઠાવી મારા માથા ઉપર ફેંકતા ઇજા પહોંચી છે. હુમલાખોરોએ ઈંટોના ટુકડાઓનો ઘા કરતા મને હાથ ઉપર પણ ઈજા પહોંચી છે. ઉપરોક્ત ફરિયાદના આધારે બાપોદ પોલીસે હુમલાખોર ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
[ad_2]
Source link






