[ad_1]

વડોદરા, તા. 21
વડોદરાના પરશુરામ ભઠ્ઠામાં મંદિર અને મસ્જિદ સાત દિવસમાં હટાવી લેવા રેલવે વિભાગ તરફથી નોટિસ મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
વડોદરા રેલવે વિભાગ દ્વારા વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા ખાતે સુભાષનગરમાં મંદિર અને મસ્જિદ નડતરરૂપ હોય રેલવે વિભાગ દ્વારા સાત દિવસમાં મંદિર તથા મસ્જિદ દૂર કરવાની નોટિસ પાઠવી છે. જેના કારણે વિસ્તારના લોકોમાં નારાજગી જોવા મળી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ બંને ધર્મસ્થાનો વર્ષો જૂના છે. ધર્મસ્થાનો હટાવવા ન જોઈએ તેવી અમારી લાગણી અને માંગણી છે.
[ad_2]
Source link






