પાલીતાણાથી જામનગર ફઈબાના ઘેર રોકાવા આવેલી 16 વર્ષની તરુણીનો પ્રેમમાં નિષ્ફળ જતાં ગળાફાંસા દ્વારા આપઘાત

On: March 21, 2022 10:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


-ફઈબાના જ કુટુંબી સાથે પ્રેમ થઈ ગયા પછી તેણે લગ્ન કરવાની ના પાડતાં ગળાફાંસા દ્વારા જીવ દીધો

જામનગર તા.21 માર્ચ 2022 

જામનગરમાં મારુતિ નગર વિસ્તારમાં પોતાના ફઇબાના ઘેર રોકાવા માટે આવેલી પાલિતાણાની 16 વર્ષની એક તરુણીએ ગઈકાલે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. ફઇબા નાજ કુટુંબી યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો, પરંતુ તેણે લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતાં માઠું લાગી આવવાથી પોતાનો જીવ દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે સીટી-સી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ પાલીતાણાની વતની અને હાલ જામનગરના મારુતિ નગર વિસ્તાર રહેતા પોતાના ફઇબા ચંપાબેન વિનોદભાઈ ગોહેલના ઘેર રોકાવા માટે આવેલી કિરણબેન કાળુભાઈ વાઘેલા નામની 16 વર્ષની તરુણીને પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવ અંગે મૃતકના ફઇબા ચંપાબેન ગોહેલે પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર કિરણબેન કે જેને ચંપાબેનના બહેન ગુલાબબેનના પુત્ર દિનેશ સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ દિનેશની અગાઉથી જ અન્ય એક યુવતી સાથે સગાઈ થઈ ગઈ હોવાથી દિનેશે કિરણબેન સાથે સગાઈ કરવાની ના પાડતાં તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને ગળા ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. જે મામલે સીટી-સી. ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!