લાલપુર તાલુકાના મચ્છુ બેરાજામાં ઘાસના જથ્થામાં આગ

On: March 20, 2022 9:46 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 20

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામમાં એક ખેડૂતની વાડીમાં રાખવામાં આવેલા નિરણના જથ્થામાં અકસ્માતે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થવાથી તણખો પડતાં આગ લાગી ગઈ હતી, અને નિરણનો જંગી જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામમાં રહેતા કેશુભાઈ નાથાભાઈ સોનગરા નામના ખેડૂતના ખેતરમાં ગઈકાલે બપોરે નીરણના ઢગલામાં આગ ભભૂકી હતી. જ્યાં આ ઢગલો રાખવામાં આવ્યો હતો તેના ઉપરથી 11 કે.વી.ની વીજલાઈનમાં શોર્ટ સર્કિટ થતાં તણખા ખર્યા હતા, અને તેના કારણે ખેતરમાં રાખવામાં આવેલ નીરણના ઢગલા ઉપર પડતાં આગ લાગી હતી. આગના આ બનાવથી અંદાજે 350 મણ નીરણ ખાખ થઈ ગઇ હતી. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!