[ad_1]
તા. 19 માર્ચ,શનિવાર
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં સરમાઉન્ટ ટાવરમાં આવેલી શ્રેઈ ફાઈનાન્સ સાથે કંપનીના જ
કલેક્શન મેનેજરે ઠગાઈ આચર્યાની ઘટના ગુરુવારે પ્રકાશમાં આવી છે. સેટેલાઈટ પોલીસે આ
અંગે મેનેજરની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શ્રેઈ ઈકવિપમેન્ટ ફાઇનાન્સ કંપનીના ખેતી અને કન્સ્ટ્રક્શનના સાધનો ઉપર લોન આપે
છે. કંપનીએ દસક્રોઈના મહિજડા ગામના જ્યંતી ભરવાડને જેસીબી મશીન લાવવા માટે રૂ. 27,18,372ની લોન 12.72 ટકા લેખે રિડયુસ રેટ પર
આપી હતી. જે લોનના 47 હપ્તા હતા અને ગ્રાહકે શરૂમાં રેગ્યુલર હપ્તા ભર્યા હતા. જોકે ગ્રાહકનું નિધન
થતા તેમના પુત્રએ બાકીની લોનના હપ્તા ભરવા અસમર્થતા બતાવી હતી. રૂ.20,68,000ની બાકી લોન અંગે ઉપરી
અધિકારીઓએ રસ્તો કાઢી રૂ.10 લાખ ભરવા માટે બન્ને પક્ષે સહમતી થઈ હતી. જે મુજબ ગ્રાહકના પુત્રે તત્કાળ રૂ.7.25 લાખની રકમ ચૂકવી દીધી
હતી.
મૃતક ગ્રાહકની વીમા પોલિસી લીધી હોય તેમના પુત્ર સાથે કંપનીના અધિકારીઓએ
વાતચીત કરી હતી. આથી ગ્રાહકના પુત્રએ ગત તા.10-11-2020ના રોજ રૂ.1.50 લાખ કંપનીના કલેક્શન
મેનેજર સંતોષને આરટીજીએસ કર્યા હતા. જોકે આ રકમ કંપનીના ખાતામાં જમા કરાવવાની
જગ્યાએ સંતોષે પોતાના પર્સનલ ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આમ કંપની અને ગ્રાહક
સાથે છેતરપિંડી કરનાર સંતોષ ગજાનંદ શ્રીનામે વિરૂધ્ધ કંપનીએ ફરિયાદ કરી હતી.સંતોષ
કંપનીમાં 2009 થી 26-11-2020 સુધી કંપનીમાં કલેક્શન મેનેજર તરીકે રહ્યો હતો.
[ad_2]
Source link