ગુજરાત કોલેજના સ્વીપરના 16 વર્ષના પુત્રની નદીમાં પડી આત્મહત્યા, બે વિરૂધ્ધ દુષ્પ્રેરણની ફરિયાદ

0
394

[ad_1]


તા.19 માર્ચ, શનિવાર

અમદાવાદ:ગુજરાત કોલેજના મહિલા સ્વીપરના 16 વર્ષના પુત્રે આત્મહત્યા કરી દીધી છે, મળતી
માહિતી પ્રમાણે 16 વર્ષના પુત્રે બે શખ્સોના ત્રાસ અને ધમકીઓથી ડરી સાબરમતી નદીમાં
પડતું મૂકી ચાર દિવસ અગાઉ આત્મહત્યા કરી લીધી હતી.

એલિસબ્રિજ પોલીસે સગીરને ધમકી આપી ત્રાસ આપતા બે શખ્સ સામે દુષપ્રેરણનો
ગુનો  નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓને
પુત્ર સાથે
6 માસ પહેલા સગીરને થયેલી બોલાચાલીની અદાવત રાખી પરિવારને ધમકીઓ આપવામાં આવતી
હતી.

ગુજરાત કોલેજમાં હાઉસકીપિંગનું કામ કરતા ગીતાબહેન નરેશભાઈ નગવાડિયા
આંબાવાડીમાં પતિ અને ત્રણ સંતાનો સાથે રહે છે. ગીતાબહેનએ એલિસબ્રિજ પોલીસ
સ્ટેશનમાં સુરેશ અશોક પારધી અને અશ્વિન રણછોડ જીતીયા
, બન્ને રહે, ભુદરપુરા,મહાત્મા ગાંધીકુંજ
સોસાયટી
, વિરુદ્ધ દુષ્પ્રેરણની ફરિયાદ કરી છે. .

ફરિયાદ મુજબ ગીતાબહેનના 16 વર્ષના પુત્ર ચેતન ઉર્ફ ચિન્ટુને આરોપી સુરેશ અને અશ્વિનના પુત્રો સાથે
બોલાચાલી થઈ હતી.આ બાબતની અદાવત રાખી બન્ને આરોપીઓ અવારનવાર ચેતનને ધમકીઓ આપતા
હતા. પાંચ દિવસ અગાઉ ચેતન અને તેના માતા-પિતા બોલાવીને બન્ને આરોપીઓએ તમારા દીકરાએ
મારામારી કરી છે તેમ કહેતા ગીતાબહેન એ જૂની વાત ભૂલી જાવ તેમ કહેતા બન્ને
ઉશ્કેરાયા હતા. અપશબ્દો બોલીને બન્નેએ ધમકી આપી કે તમારા છોકરાને ઈવા કેસમાં ફિટ
કરાવીશું કે
, બે- પાંચ લાખ ખર્ચતા પણ જામીન નહીં થાય. તારા છોકરાને જીવવા નહીં દઈએ પછી ભલે
અમારે
5 લાખ ખર્ચી જામીન લેવા પડે.

ગીતાબહેન અને પરિવાજનો બન્ને આરોપીની માફી માંગી ઘરે આવ્યો હતો. ચેતન જમવાના
સમયે પાંચ મિનિટમાં આવું તેમ કહી ગયા બાદ પરત આવ્યો ન હતો. દરમિયાન બીજા દિવસે
સવારે તેનો ફોન લાગતા પોલીસે ઉપાડ્યો અને ચેતનની ડેડબોડી રિવરફ્રન્ટ પોલીસને
મળ્યાનું જણાવ્યું હતું. બીજી તરફ ચેતનના ગુમ થયાની ફરિયાદ એલિસબ્રિજમાં કરી
હોવાથી બન્ને આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here