બહુચર્ચિત એમબીબીએસ ગુણ કૌંભાડ મામલે કુલપતિનું નિવેદન લેવાયું

On: March 17, 2022 12:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાટણ તા.15

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસટીમાં એમબીબીએસ
ગુણ સુધારણા કૌભાંડમાં તત્કાલિન કુલપતિ સામે બનેલ ચાર્જશીટ મામલે ખાતાકીય તપાસ
માટેનો કારોબારી દ્વારા આદેશ કર્યા બાદ તપાસ અધિકારી દ્વારા નિવેદન લઇ તપાસનો
ધમધમાટ શરૃ કર્યો હતો.

યુનિવસટીમાં ૨૦૧૮ માં એમબીબીએસ માં ત્રણ છાત્રોને  નપાસ માંથી પાસ કરવાના કૌભાંડમાં કન્વીનર તરીકે
કુલપતિ ડા. જે.જે.વોરાનું પ્રાથમિક તપાસમાં નામ બહાર આવતા બે તપાસ બાદ કારોબારી
કમીટી દ્વારા સરકારના આદેશ મુજબ ચાર્જશીટ રજૂ થયા બાદ કાર્યવાહી કરવા માટે તેમની
સામે ખાતાકીય તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો.ખાતાકીય તપાસ કરવા માટે સિધ્ધપુર
ગ્લોબલ યુનિવસટીના પૂર્વ કુલપતિ એચ.એન ખેરને તપાસ સોંપવામાં આવી હતી.તપાસ સોંપાયા
બાદ તપાસ અધિકારી તરીકે નિમાયેલ પૂર્વ કુલપતિ એચ.એન.ખેર દ્વારા ે યુનિવસટીના
વહીવટી ભવન ખાતે પ્રથમ બેઠક કરવામાં આવી હતી. જેમાં કુલપતિ ડો. જે જે વોરાને
કૌભાંડ મામલે પૂછપરછ કરી તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. ઉપરાંત િ અન્ય  કર્મચારીઓ તેમજ રીએસેસમેન્ટ કમિટીમાં રહેલા
કર્મચારીઓના પણ આગામી સમયમાં નિવેદન લેવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા
મળ્યું હતું.આ મામલે કુલપતિ ડો.જે.જે.વોરાને પૂછતા તેમને  તેમની સામે લાગેલા આક્ષેપો નકારી પોતે નિર્દોષ
હોવાનું જ રટણ કર્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!