વાંકાનેરના ઢુવા નજીક પૈસાની લેતીદેતીમાં યુવાનની હત્યા

On: March 4, 2022 1:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– પોલીસે બે શકમંદો વિરુદ્ધ ગુનો નોંધ્યો 

મોરબી : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સિરામિક ફેક્ટરી પાછળથી એક ૨૦ વર્ષના પરપ્રાંતીય યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ ચલાવી હતી. અને પૈસાની લેતીદેતીમાં બે ઇસમોએ યુવાનનું ઢીમ ઢાળી દીધાની આંશકા વ્યક્ત કરવામાં આવી છે .જેથી પોલીસે બે શકમંદો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે .

મૂળ યુપીના વતની અને હાલ માટેલ નજીકના કારખાનામાં કામ કરતા પુષ્પેન્દ્રકુમાર કુંજબિહારી પાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે તેનો ભાઈ મદનપાલ કુંજબિહારી (ઉ.વ.૨૦) (રહે યુપી) શકદારો રાઘવેન્દ્ર રામકુમાર રાજપૂત (રહે એન્ડીજાઈન કારખાનું માટેલ રોડ)  અને અશ્વિન ઉદાભાઈ પગી (રહે લાટો ટાઈલ્સ સરતાનપર )પાસે પૈસા માંગતો હોય જેથી શકમંદ ઇસમ રાઘવેન્દ્રએ ફોન કરી પૈસા લેવા માટે બોલાવી ઢુવા નજીક સિરામિક પાછળ બંને ઇસમોએ મળીને યુવાનનું કોઈ પણ રીતે હત્યા કરી મોત નીપજાવ્યું હોવાની શંકા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે .વાંકાનેર તાલુકા પોલીસે બે શકમંદો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી બંને આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે .

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!