જામનગરમાં સુભાષ બ્રિજ નજીક અનૈતિક સંબંધોના મામલે વિપ્ર યુવાનની નિર્મમ હત્યાની ઘટનાથી ભારે ચકચાર

On: March 4, 2022 7:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


એક દંપતી અને તેના પુત્ર સહિત પાંચ શખ્સોએ તિક્ષ્ણ હથિયારો વડે હત્યા નીપજાવ્યાની પોલીસ ફરિયાદ: આરોપીઓની શોધખોળ


જામનગર, તા. 04 માર્ચ, 2022  

જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ નજીક મઠફળીમાં રહેતા એક યુવાન પર ગઈકાલે રાત્રે ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. અનૈતિક સંબંધોના કારણે આ હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવી રહ્યું છે. મૃતક યુવકના પિતાની ફરીયાદના આધારે જામનગરના એક દંપતી અને તેના પુત્ર સહિત પાંચ શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસ દ્વારા હત્યારાઓને પકડવા માટે દોડધામ શરૂ કરાઇ છે.

આ હત્યાકેસના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં લુહારસાર રોડ મઠફળીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા હરગોવિંદભાઈ દેવીદાસભાઈ આચાર્ય નામના 81 વર્ષના વિપ્ર બુઝુર્ગે ગઈકાલે રાત્રે સીટીએ ડીવીઝન પોલીસ મથકમાં પોતાના પુત્ર મેહુલ (ઉ.વ.45)ની હત્યા નિપજાવવા અંગે જામનગરના ભારતવાસ વિસ્તારમાં રહેતા નરેશ બદીયાણી તથા તેની પત્ની જમના ઉર્ફે જીગ્ના નરેશભાઈ બદીયાણી પુત્ર સુજલ નરેશ બદીયાણી ઉપરાંત સુજલ ના બે મિત્રો રવિ અને પ્રથમ મંગે સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને સીટી એ ડીવીઝન પોલીસે આઈપીસી કલમ 302,143,147,148,149 તથા જી પી એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધ્યો છે, અને દંપતી સહિત ના પાંચેય હુમલાખોરોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પુત્ર મેહુલ કે જેને આરોપી જમના ઉર્ફે જીગ્ના વચ્ચે અનૈતિક સંબંધો હતા. જેની જાણ આરોપી જમનાના પતિ નરેશ બદિયાણીને થઈ ગઈ હતી. જેથી નરેશ બદીયાણી તથા હરગોવિંદભાઈ ના પરિવારો વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જેનું મન દુઃખ રાખીને ગઈકાલે ઉપરોક્ત પાંચેય આરોપીઓએ એકસંપ કરી ને મેહુલ ઉપર ધારદાર હથિયારો વડે સંખ્યાબંધ ઘા ઝીંકી દઇ ખૂન કરી નાખ્યું હતું, અને મૃતદેહને જાહેર માર્ગ પર ફેંકી ને ભાગી છૂટયા હતા.

આ બનાવ પછી સીટી-એ ડિવિઝનના પોલીસ સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યાં ધારદાર હથિયારોના ઘા વાગવાથી તેનું મૃત્યુ થયું હોવાનું તારણ મળ્યું છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક મેહુલ કે જેના અગાઉ લગ્ન થયા હતા, તેની પત્ની સાથે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સાથે જ નોકરી કરતી જમના ઉર્ફે જીજ્ઞા સાથે મિત્રાચારી હતી, અને મેહુલ ના ઘરે અવરજવર રહેતી હતી. પરંતુ મેહુલ અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થઈ જતાં જીજ્ઞા તેના સંપર્કમાં હોવાથી બંને વચ્ચે અનૈતિક સંબંધો બંધાયા હતા, અને એકબીજા સાથે અવરજવર કરતા હતા.

જે અંગેની જાણકારી બન્નેના પરિવારને થઈ ગયા પછી વિખવાદ શરૂ થયો હતો,અને આખરે મેહુલની હત્યા નિપજાવાઈ છે. જામનગરના સીટી-એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.જલુ અને તેમની ટીમ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!