[ad_1]

બોટાદ, જામખંભાળિયા, વેરાવળમાં મેડિકલ કોલેજો
મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ. 12,240 કરોડની ફાળવણી
ગાંધીનગર : ગુજરાતના આરોગ્ય વિભાગ પર ધ્યાન કેન્દ્રીય કરીને નાણામંત્રીએ આ વિભાગને 12240 કરોડનું બજેટ ફાળવ્યું છે જેમાં મહત્વની બાબત એવી છેક સગર્ભા માતા અને બાળકોને પોષણ સહાય આપવા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે 150 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગની યોજનાઓ
* કિશોરીઓ તેમજ મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરીપેડ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા 45 કરોડ.
* સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ સહાય આપવા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે 150 કરોડ.
* બાળકોને સઘન પોષણ આપવા બાલ-અમૃત પોષણ યોજના હેઠળ 20 કરોડ.
* શહેરી ક્ષેત્રોમાં આરોગ્ય સેવાઓ વધારે સુદ્રઢ કરવા સીએચસી અને પીએચસીમાં આરોગ્ય કર્મીઓની 1238 નવી જગ્યાઓ ઊભી કરવા 16 કરોડ.
* પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- મુખ્યમંત્રી અમૃતમ(મા)યોજનામાં 1556 કરોડ.
* 15મા નાણાંપંચ અંતર્ગત આરોગ્ય કેન્દ્રોની માળખાકિય સગવડોના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં 3341 કરોડનું આયોજન કરવામાં આવેલ છે. આગામી વર્ષ માટે રૂ. 629 કરોડ.
* એમ્બ્યુલન્સ સેવાઓનો વ્યાપ વધારવા નવી 100 એમ્બ્યુલન્સ વાન અને 10 મોબાઇલ સંજીવની વાન પૂરી પાડવા માટે રૂ. 22 કરોડ.
તબીબી શિક્ષણ અને સંશોધન
બીજી પાંચ મેડીકલ કોલેજો શરૂ કરવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત બોટાદ, જામખંભાળીયા અને વેરાવળ ખાતે નવી મેડીકલ કોલેજો શરૂ કરવામાં આવશે.
* નાગરિકોને ઉચ્ચકક્ષાની આરોગ્યલક્ષી સેવાઓ આપવાના માસ્ટરપ્લાન પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર તથા ભાવનગરની સરકારી મેડીકલ કોલેજોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા તેમજ આધુનિકીકરણ માટે 106 કરોડ.
* દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે એસએસજી હોસ્પિટલનું આધુનિકીકરણ કરી તેમાં સ્પાઇન, કીડની અને આંખોના રોગોની ઘનિષ્ઠ સારવાર માટે 200 કરોડના આયોજન પૈકી 30 કરોડ.
* દર્દીઓને હૃદય રોગ સંબંધિત બીમારીઓની સારવાર અર્થે અનસુયા ગ્રાઉન્ડ, વડોદરા ખાતે અત્યાધુનિક કાર્ડીએક કૅથ લેબ અને હોસ્પિટલની સ્થાપના કરવા માટે 150 કરોડના આયોજન પૈકી 23 કરોડ.
* સિવિલ હોસ્પિટલ,અમદાવાદમાં 900 બેડની સુવિધા સાથે નવીનીકરણ માટે 450 કરોડના આયોજન પૈકી 68 કરોડ.
* સુરત સિવિલ હોસ્પિટલમાં નવા ઓપીડી બિલ્ડીંગ તેમજ હયાત સુવિધાઓનાં વિસ્તૃતિકરણ માટે 150 કરોડનાં આયોજન પૈકી 23 કરોડ.
* પાંચ સામુહિક આરોગ્ય કેન્દ્રોને પેટા જિલ્લાકક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવા 100 કરોડના આયોજન પૈકી 10 કરોડ.
* મેડીકલ કોલેજોનાં વિધાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય માટે 50 કરોડ.
* પીડીયુ હોસ્પિટલ,રાજકોટ ખાતે પ00 પથારીની ક્ષમતા ધરાવતી મેટરનિટી અને ચાઇલ્ડ હોસ્પિટલના બાંધકામ માટે જોગવાઇ 14 કરોડ.
* તબીબી શિક્ષણ અને સંશોધન માટે મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
આયુર્વેદ અને અન્ય સેવાઓ
* સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદ કોલેજ માટે 12 કરોડ.
* કામદાર રાજ્ય વીમા યોજનાનાં દવાખાનાઓમાં નોંધાયેલ ન હોય તેવા લોકો પણ હવે આરોગ્ય સુવિધા સાથે સરકારી હોસ્પિટલના ધોરણે નિ:શુલ્ક દવાઓ મેળવી શકે તે માટે પાંચ કરોડ.
[ad_2]
Source link






