વડોદરા: વૃદ્ધ માતાને પુત્રએ અણછાજતું વર્તન કરી તગેડી મૂકતા ગુનો નોંધાયો

On: February 28, 2022 8:09 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 28

80 વર્ષીય વૃદ્ધ માતા સાથે પુત્રએ અણછાજતું વર્તન કરી ઘરેથી તગેડી મૂકતા માતાએ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વૃદ્ધાએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિક તરીકે માતાની દેખરેખ માટે બંધાયેલ પુત્રએ દુર્વ્યવહાર કરતા મારી લાગણી દુભાય છે.

મૂળ સુરત ખાતે રહેતા 80 વર્ષીય ઉર્મિલાબેન કરસનભાઈ પરમારને સંતાનમાં બે પુત્રો છે. જે પૈકી એક પુત્ર સુરેશભાઈ વડોદરાના ખટબા ગામ ખાતે અને બીજો પુત્ર વિનુભાઈ સુરત ખાતે વસવાટ કરે છે. વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, માર્ચ 2020 દરમિયાન ઉર્મિલાબેન પોતાના નાના પુત્ર સુરેશભાઈના ઘરે દવા લેવા માટે રોકાયા હતા. તે સમયે કોરોનાના પગલે લોકડાઉન થતા વડોદરા રોકાવાનો વારો આવ્યો હતો. આ દરમિયાન ઘરના સભ્યો તેઓની સાથે વાતચીત કરતા ન કરી મહેણાંટોણાં મારી ધક્કામુક્કી કરતા હતા. જેથી કંટાળી તેઓ મોટા પુત્ર વિનુભાઈના ઘરે પરત સુરત રહેવા ગયા હતા. એક મહિના બાદ ફરી તેઓ નાના પુત્ર સુરેશભાઈના ઘરે વડોદરા આવ્યા હતા. આ સમયે તેમના પુત્ર અને પુત્રવધુએ અણછાજતું વર્તન કરી અપશબ્દો બોલી ઘરમાં પ્રવેશવા દીધા ન હતા. આ અંગે વૃદ્ધાએ પુત્ર વિરુદ્ધ સુરત ખાતે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં વૃદ્ધાએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ નાગરિક તરીકે માતાની દેખરેખ માટે બંધાયેલ પુત્રએ દુર્વ્યવહાર કરતા મારી લાગણી દુભાય છે. આ અંગે વૃદ્ધાએ પુત્ર વિરુદ્ધ સુરત ખાતે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટમાંથી દાદ મેળવ્યા બાદ હવે વરણામા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!