[ad_1]
મોડાસા,તા. 25
રશિયાએ યુક્રેન ઉપર યુધ્ધના એલાન બાદ ગુરૃવારની પરોઢ થી જ
હુમલો કર્યો છે. આ યુધ્ધમાં બંને પક્ષે હુમલાઓ કરાઈ રહયા છે,ત્યારે
યુક્રેનમાં તબીબી અભ્યાસ માટે ગયેલા અને હાલ ખારકીય શહેરમાં અન્ય ૪ ગુજરાતી મિત્રો
સાથે ફસાયેલા મોડાસાના છાત્ર લુકમાન દાદુએ પરિવારજનોને હિંમત આપી હતી.
હાલ તેઓ ખારકીય સીટીમાં આવેલી જમીનની અંદર ૬૦ ફુટ નીચે
દોડતી અન્ડર ગ્રાઉન્ડ ટ્રેનમાં હાલ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. જોકે જમીન માર્ગે
પોલ્ન્ડમાં લઇ જવાની સુચના અપાઇ પણ કોઇ કાર્યાવાહી હાથ ન ધરાત વિદ્યાર્થીઓ ચિતામાં
મૂકાયા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ફાટી નીકળ્યું છે.યુક્રેનના
જુદા જુદા શહેરોની વિવિધ યુનિર્વસીટીમાં અભ્યાસ ક્રમ માટે ગયેલા કેટલાય છાત્રો અલગ
અલગ શહેરોમાં યુધ્ધને કારણે ફસાઈ ગયા છે. જેમાં ના કેટલાયની હાલત કફોડી બની છે.
ઉત્તર ગુજરાતના ૬૭ થી વધુ છાત્રો પૈકી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બે અને
બાયડ તાલુકાનો ૧ મળી ૩ યુવાનો યુક્રેનમાં ફસાયા હોવાનું ગુરૃવારે જણાઈ આવ્યું
હતુ.જયારે મોડાસાના મદની કલોથના ઝુલ્ફીકારભાઈ દાદુનો ૨૨ વર્ષિય પુત્ર લુકમાન દાદુ
એમબીબીએસ ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોઈ હાલ યુક્રેનના ખારકીય શહેરમાં ફસાયો
છે.
યુક્રેન કે ભારત સરકાર દ્વારા છેલ્લી ઘડી સુધી સ્થળ છોડવા
કોઈ સુચના નહી અપાતાં અને કોલેજમાં અભ્યાસક્રમ ચાલુ રખાતા આ સ્થિતિમાં લુકમાન અને
તેના ૪ ગુજરાતી મિત્રો સમયસર દેશ પરત ફરી શકયા નથી,અને હવે યુધ્ધ વચ્ચે ઘેરાઈ જતાં પરિવારજનોમાં પુત્રને લઈ
ભારે ચિંતા ઉઠી છે. જોકે લુકમાન દાદુએ પરિવારજનોને હિંમત આપતાં જણાવ્યા હતું કે
અમારૃ શહેર રશિયા બોર્ડરથી માત્ર ૫૦ કીમીના અંતરે હોઈ હાલ તમામ છાત્રો અને રહીશોને
બચાવવા જમીનમાં ૬૦ ફુટની ઊંડાઈએ દોડતી અન્ડર ગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનમાં સુરક્ષિત
રાખવામાં આવ્યા છે. અને અમોને વાયા પોલેન્ડ થઈ સુરક્ષિત જમીન માર્ગે બહાર કાઢવા
હાથ ધરાયેલ પ્રયાશો વિશે ગુરૃવારે જણાવાયું હતું.હજુ તે અંગે કોઈ કાર્યવાહી હાથ
ધરાઈ નથી. હાલ ઝુલ્ફીભાઈ અને તેમના પરિવારજનો પુત્રને લઈ ચિંતા ગ્રસ્ત બન્યા
છે.ત્યારે આ યુધ્ધ બંધ થાય અને લુકમાન અને તેના મિત્રો સુરક્ષિત રીતે દેશ પરત ફરે
તેવી તંત્ર સામે માંગ અને અલ્લાહતાલાને દુઆ પરિવારજનો કરી રહયા છે.
[ad_2]
Source link






