ગુજરાતમાં ૫૯ દિવસે કોરોનાના નવા કેસનો આંક ૩૦૦થી નીચે

On: February 25, 2022 7:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,ગુરુવાર

ગુજરાતમાં આ વર્ષમાં
પ્રથમવાર કોરોનાના દૈનિક કેસનો આંક ૩૦૦થી નીચે નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૩ નવા
કેસ સામે આવ્યા છે, ૨૭ ડિસેમ્બર એટલે કે ૫૯ દિવસ બાદ રાજ્યમાં નોંધાયેલા આ સૌથી ઓછા
કેસ છે. જોકે, પાંચ દિવસ બાદ સૌથી વધુ ૮ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં
અમદાવાદ શહેરમાં ૧૧૨-ગ્રામ્યમાં ૩ સાથે સૌથી વધુ ૧૧૫, વડોદરા શહેરમાં ૩૦-ગ્રામ્યમાં
૨૩ સાથે ૫૩ નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાંથી અન્યત્ર સુરતમાં ૧૭, રાજકોટમાં ૧૬,
ગાંધીનગરમાં ૧૨, બનાસકાંઠામાં ૯, મોરબીમાં ૮, દાહોદ-મહેસાણા-પાટણમાં ૬, અરવલ્લી-ખેડા-સુરેન્દ્રનગરમાં
૫, અમરેલી-આણંદ-ડાંગ-તાપી-વલસાડમાં ૪, સાબરકાંઠામાં ૩, ભાવનગર-પંચમહાલમાં ૨, ભરૃચ-જામનગર-નવસારીમાં
૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. જુનાગઢ, પોરબંદર, નર્મદા, મહીસાગર, કચ્છ, જામનગર ગ્રામ્ય,
ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર, બોટાદમાં એકપણ નવો કેસ સામે નોંધાયો નથી.

છેલ્લા ૨૪ કલાકમાં
વડોદરામાંથી સૌથી વધુ ચાર, સુરત-ગાંધીનગર-તાપી-જામનગરમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી
મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦૯૧૯ છે. રાજ્યમાં હાલ ૨૯૪૨ એક્ટિવ કેસ છે
જ્યારે ૩૪ દર્દી  વેન્ટિલેટર પર છે. આ વર્ષમાં
પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૩ હજારથી નીચે નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૨૯ દર્દી
સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૮.૮૭% છે.

 

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!