[ad_1]

રાજકોટ, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર
ગુજરાતમાં વધુ એક ભરતીમાં કૌભાંડનો આક્ષેપ થયો. રાજકોટ મનપાની જુનિયર ક્લાર્કની ભરતીમાં 122 જગ્યા પર ગેરરીતિનો આક્ષેપ ઉઠ્યો છે. CPT પરીક્ષામાં નાપાસ થયેલા 27 વિદ્યાર્થીઓની નિમણૂંક કરાઈ છે. 27 ઉમેદવારે CPT નથી આપી અથવા નાપાસ છે, છતાં તેમને નોકરી આપવામાં આવી છે. ત્યારે CPT નાપાસ ઉમેદવારને શરતી નિમણૂક અપાતા વિવાદ ઉઠ્યો છે.
જોકે, આ અંગે અહેવાલ બહાર આવ્યા બાદ તાત્કાલિક ધોરણે પરિણામ હટાવાયુ હતું. રાજકોટ મનપાએ સિલેક્ટ ઉમેદવારોની યાદી સુધારી હતી. જુનિયર ક્લાર્કની ભરતીના પાસ ઉમેદવારોની યાદી સુધારી દેવાઈ હતી.
રાજકોટ મનપાના જુનિયર ભરતી ક્લાર્ક વિવાદનો મુદ્દો સામે આવતા જ RMC દ્વારા ફાઇનલ ઓર્ડરની યાદીમાં સુધારો કરવામાં આવ્યો હતો. મુખ્ય પરીક્ષા અને CPT ની પરીક્ષામાં પાસ હોય તેવા અરજદારોનો સમાવેશ કરાયો છે. ગઇકાલે કેટલાક અરજદારોએ મેયર અને કમિશનરને મળીને રજૂઆત કરી હતી. આ રજૂઆત ધ્યાને આવતા મેયર પ્રદીપ ડવ દ્વારા રિઝલ્ટમાં સુધારો કરવાની સૂચના આપી હતી. સૂચના બાદ સુધારવામાં આવેલ રિઝલ્ટ મૂકવામાં આવ્યું હતું.
[ad_2]
Source link






