જીન બચાવો સમિતિએ આરપારની લડાઈ લડી લેવા માટે રણશિંગુ ફૂંક્યું

On: February 23, 2022 12:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ઈડર, તા. 22

ઈડર સહકારી જીનનું કોકડુ દિન પ્રતિદિન વધુ ને વધુ ગુંચવાતુ
જાય છે. જીન બચાવો સમિતિ અને જીનનું સંચાલક મંડળ એક બીજા સામે જે પ્રકારની
આક્રમકતા દર્શાવી રહ્યું છે તે જોતાં આ પ્રકરણનો ઉકેલ નજીકના દિવસોમાં તો દેખાતો
નથી. મંગળવારે જીન બચાવો સમિતિએ કિસાન સંઘ સાથે મળી ૪૦ જેટલી મંડળીના
ચેરમેન-સેક્રેટરીની એક મીટીંગ માર્કેટ યાર્ડમાં બોલાવી હતી. આ મીટીંગમાં આગામી
રણનીતિ નક્કી કરી આર-પારની લડાઈનો હુંકાર કરાયો હતો.

રાજ્યના અધિક રજિસ્ટ્રારે (અપીલ) જિલ્લા રજિસ્ટ્રારના
સહકારી જીનના સંચાલક મંડળને દુર કરવાના હુકમને રદ કરતાં
, જીન
બચાવો સમિતિ વધુ આક્રમક મુડમાં આવી ગઈ છે.

 આ હુકમ સામે સમિતિએ
તેની તરફેણમાં જિલ્લા પંચાયતની અપીલ સમિતિ તથા બોર્ડ ઓફ નોમીનીઝનો હુકમ કરાવ્યો
છે. જેમાં બંન વિભાગોએ બાંધકામ સ્થગિત રાખી જૈસે થે સ્થિતિ જાળવી રાખવા કામ ચલાઉ
મનાઈ હુકમ ફરમાવ્યા છે.

 નોમીનીઝે ૩ માર્ચના
રોજ જીન સંચાલક મંડળને જવાબ રજુ કરવા જણાવ્યું છે.

દરમિયાન મંગળવારે જીન બચાવો સમિતિએ કિસાન સંઘના જિલ્લા
અધ્યક્ષ અમરતભાઇ પટેલની ઉપસ્થિતિમાં તાલુકાની મંડળીઓના ચેરમેન – સેક્રેટરીની એક
મીટીંગ માર્કટ યાર્ડમાં બોલાવી હતી. આ મીટીંગમાં ૪૦ જેટલી મંડળીના હોદ્દેદારોની હાજરીમાં
લડત માટની આગામી રણનીતિ નક્કી કરાઇ હતી. જેમાં સમિતિના રાજુ પટેલ તથા સતીષ પટલે
આગામી દિવસોમાં રાજ્ય રજિસ્ટ્રાર દ્વારા સંચાલક મંડળ સામ કલમ-૮૧ નો અમલ થશે તેવો
આશાવાદ દર્શાવ્યો હતો. આ સમગ્ર મામલે સમિતિ તથા કિસાન સંઘ મળી ફરી એકવાર મોટી
સંખ્યામાં ખડૂતોને એકઠા કરવાની રણનીતિ પણ બનાવી રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!