વડોદરા: કરજણ તાલુકાના અધિકારીઓ સાથે ભાજપ સાંસદ અને પૂર્વ ધારાસભ્યનું ઉદ્ધત વર્તન

On: February 22, 2022 12:26 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 22

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલગઢ ગામ પાસે રેતી ભરેલા ડમ્પરને કારણે ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા જે અંગે આજે કેન્દ્રના પૂર્વ મંત્રી અને સાંસદ મનસુખ વસાવાએ સ્થળ પર પહોંચીને અધિકારીઓ સાથે વાતચીત કરતા તેઓ ગુસ્સે થઈને બિભત્સ વર્તન કર્યું હતું અને અધિકારીઓ હપ્તા લે છે તેઓ આક્ષેપ પણ કર્યો હતો.

વડોદરા જિલ્લાના પાલેજ – નારેશ્વર માર્ગ પર માલોદ ગામ પાસે અકસ્માત માં ત્રણ વ્યક્તિના મોત થયા હતા તે બાદ આજે સવારે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને માજી ધારાસભ્ય સતિષ નીશાળીયા સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં મામલતદાર અને સર્કલ ઓફિસ ને બોલાવ્યા હતા.

ઓવરલોડ રેતી વહન કરતી ટ્રક ના કારણે અકસ્માત થયો હોવાનો લોકો એ આક્ષેપ કર્યો હતો જે અંગે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય સતિષ નીશાળીયા એ અધિકારીઓ ને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રેતીની ટ્રકો દોડે છે ગઇકાલે ત્રણ વ્યક્તિના મરણ થયા છતાં તમે કોઈ કાર્યવાહી કરતા નથી તમે હપ્તા લો છો તેમ કહીને અધિકારીઓ સાથે ગાળા ગાળી કરી હતી.

મામલતદાર અને સર્કલ ઓફિસર એ સ્પષ્ટતા કરી કે તમારા કહ્યા પ્રમાણે અમે ચેકિંગ પણ કર્યું છે અને સરપંચ ને પણ સૂચના આપી છે કે તમે રેતી ના ખોદકામ માટે મંજૂરી આપશો નહીં તેમ છતાં તેઓ મંજૂરી આપે છે એમ કહેતા ફરી સાંસદ અને પૂર્વ ધારાસભ્ય એ અધિકારીઓનો ઉધડો લીધો હતો કે અત્યાર સુધીમાં અનેક લોકોના અકસ્માત થયા છે તેમ છતાં આ ટ્રકો દેખાવ ધરાવે છે અને વહીવટી તંત્ર કોઈ કામ કરતું નથી.



[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!