[ad_1]

મોડો પ્રવેશ લેનારાં વિદ્યાર્થીઓ સંકટમાં
મેડિકલ કમિશન અને કાઉન્સેલિંગ કમિટી વચ્ચે સંકલનના અભાવથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમદાવાદ : એમબીબીએસમાં નેશનલ મેડિકલ કમિશને સૂચવેલા નવા એકેડમિક ટર્મ કેલેન્ડર-કોર્સ સ્ટ્રકચર મુજબ 14મી ફેબ્આરીથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવાયુ છે પરંતુ હજુ સુધી એક જ રાઉન્ડ પૂર્ણ થયો છે અને અનેક વિદ્યાર્થીઓના પ્રવેશ બાકી છે ત્યારે છેલ્લા રાઉન્ડ સુધી પ્રવેશની રાહ જોનારા અને છેલ્લે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનો ઘણો અભ્યાસ બગડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
એમબીબીએસમાં ઓલ ઈન્ડિયા ક્વોટા અને સ્ટેટ ક્વોટાની બેઠકો માટે હજુ સુધી એક એક રાઉન્ડ જ પૂર્ણ થયો છે. ગુજરાતમાં સ્ટેટ ક્વોટની બેઠકો માટેના પ્રથમ રાઉન્ડમાં મેડિકલમાં કુલ 5298 બેઠકો ફાળવાઈ હતી.જેમાંથી 4766 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા છે અને 532 જેટલી બેઠકો નોન રિપોર્ટેડ રહેતા ખાલી રહી છે.
મેડિકલ કમિશન દ્વારા અગાઉ જાહેર કરાયેલા નવા એકેડેમિક કેલેન્ડર-કોર્સ સ્ટ્રકચર મુજબ 14મી ફેબ્આરીથી એકેડેમિક ટર્મ શરૂ કરી દેવાઈ છે અને 11 મહિનામાં એક મહિનાના ફાઉન્ડેશન કોર્સ સાથે 53 મહિનામાં એમબીબીએસ કોર્સ પુરો કરી દેવાનો છે. આમ યુજી મેડિકલમાં હજુ અનેક વિદ્યાર્થીઓના પ્રવેશ બાકી છે ત્યારે 14મી ફેબુ્રઆરીથી એકેડમિક ટર્મ શરૂ કરી દેવાઈ છે.
બીજી બાજુ એનએમસી દ્વારા તાજેતરમાં ઓલ ઈન્ડિયા ક્વોટાના રાઉન્ડ ન થાય ત્યાં સુધી સ્ટેટ ક્વોટાના રાઉન્ડ ન કરવા આદેશ કરાયો છે.જેથી ઓલ ઈન્ડિયા ક્વોટાનો બીજા રાઉન્ડ 25-26મીએ પુરો થયા બાદ જ સ્ટેટ ક્વોટામા બીજો રાઉન્ડ શરૂ થઈ શકશે. હવે આગળના રાઉન્ડમાં કે છેલ્લા મોપ અપ રાઉન્ડ સુધીમાં જે વિદ્યાર્થીઓ એમબીબીએસમાં પ્રવેશ લેશે તેઓનું એક મહિના જેટલુ ભણવાનુ બગડશે.
સરકારી કોલેજોમાં બેઠકો ખાલી હોવાથી વિદ્યાર્થીઓ આગળના રાઉન્ડમાં સીટ અપગ્રેડેશન પણ કરશે જેથી કોલેજો પણ બદલાશે. વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી અને એનએમસી વચ્ચે કોઈ તાલમેલ નથી. પ્રવેશ હજુ બાકી છે ત્યારે વહેલી ટર્મ શરૂ કરી દેવાતા ઘણા વિદ્યાર્થીઓનું ભણવાનુ બગડશે અને હેરાન થાય તેવી સ્થિતિ છે.
[ad_2]
Source link






