ભાવનગરમાં કોરોનાથી 3 વ્યકિતના મોતથી ફફડાટ, વધુ 11 કેસ નોંધાયા

On: February 14, 2022 9:29 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ મૃત્યુદર વધતા લોકોમાં ડરનો માહોલ 

– શહેરમાં કોરોનાના 7 અને જિલ્લામાં 4 કેસ નોંધાયા, 28 વ્યકિત સ્વસ્થ થયા : 72 દર્દી સારવાર હેઠળ 

ભાવનગર : કોરોના વાયરસના કેસના હાલ કેસ ઘટી રહ્યા છે પરંતુ મૃત્યુદર પણ વધતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા ર૪ કલાકમાં ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા છે, જયારે કોરોનાથી શહેર અને જિલ્લામાં ૩ વ્યકિતના મૃત્યુ થયા છે તેથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. કેટલાક દર્દીઓની બહારગામની હિસ્ટ્રી છે, જયારે કેટલાક લોકોની કોઈ હિસ્ટ્રી ના હોવાનુ જાણવા મળેલ છે. કોરોનાના ર૮ દર્દી સ્વસ્થ થયા છે. દર્દીના પરિવારજનોને કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. કેટલાક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  

ભાવનગર શહેર-જિલ્લામાં આજે સોમવારે કોરોનાનો વધુ ૧૧ કેસ નોંધાયા હતા, જેમાં શહેરમાં ૭ અને જિલ્લામાં ૪ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં ૪ પુરૂષ અને ૩ સ્ત્રીને કોરોના થયો છે. કોરોનાથી વધુ ૩ વ્યકિતના મોત નિપજયા છે. શહેરમાં ૧ વ્યકિતનુ મોત નિપજયુ છે, જેમાં ભીલવાડા સર્કલ વિસ્તારમાં રહેતા ૭પ વર્ષના વૃધ્ધનો સમાવેશ થાય છે, જયારે જિલ્લામાં ર વ્યકિતના મોત નિપજયા છે, જેમાં વરતેજ ગામે રહેતા ૬પ વર્ષના મહિલા અને પાલિતાણા તાલુકાના લુવારવાવ ગામે રહેતા ૬૦ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. મૃત્યુ પામનાર કેટલાક લોકોને અન્ય બિમારી પણ હોય છે તેથી મૃત્યુની શકયતા વધી જાય છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે. મૃત્યુઆંક વધી રહ્યો છે તેથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. 

શહેર-જિલ્લામાં ર૮ દર્દી સ્વસ્થ થયા હતાં. શહેરમાં હાલ કોરોનાના ૪પ દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં ર૬ દર્દી સ્વસ્થ થયા છે. ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના ૪ કેસ નોંધાયા છે, જેમાં ર પુરૂષ અને ર સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે. જિલ્લામાં હાલ કોરોનાના ર૭ દર્દી સારવાર હેઠળ છે, જેમાં ર દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જયારે રર દર્દી હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. શહેર-જિલ્લામાં હાલ કોરોનાના ૭ર દર્દી સારવાર હેઠળ છે. કોરોનાના કેટલાક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી છે, કેટલાક દર્દીઓની કોઈ હિસ્ટ્રી નથી તેથી તેઓને કોરોનાનુ સંક્રમણ કંઈ રીતે થયુ તે જાણવા મળેલ નથી. આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા હતાં. કોરોનાના કેટલાક દર્દીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે, જયારે અન્ય તમામ દર્દી હાલ ઘરે સારવાર લઈ રહ્યા છે તેમ મનપાના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે. કોરોનાના કેસમાં પહેલાની સરખામણીએ ઘટાડો થયો છે, તે સારી બાબત છે પરંતુ મૃત્યુદર વધી રહ્યો છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!