યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મચારીઓને છુટા કરવાના વિરોધમાં ધરણાં

On: February 14, 2022 1:03 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 14 

નર્મદ યુનિવર્સિટીમાં 400 કરાર આધારિત કર્મચારીઓને છુટ્ટા કરવામાં મામલે આજે રોષ ફાટી નીકળતા યુનિવર્સિટીમાંથી ભારે હંગામો કરી વિરોધ નોંધાવ્યો હતો.

આજે નર્મદ યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મચારીઓએ છૂટા કરવાના વિરોધમાં કુલપતિ સામે વિરોધ નોંધાવ્યો હતો અને રજૂઆત કરી હતી કે હાલમાં કેટલાક કર્મચારીઓ અમારા કરતા પણ વધારે પગાર મેળવે છે. અમોને તેમના પ્રત્યે કોઈ પણ પ્રકારની ખેદ નથી. તે પણ અમારો સાથી કર્મચારી જ છે. પરંતુ આ મોંઘવારીના જમાનામાં અને હાલમાં ચાલી રહેલી કોવિડ-19ની મહામારીમાં હાલના પગારમાં ઘરનું ગુજારો ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી ઉભી થાય છે. જેથી આપ સાહેબશ્રીને અમો સૌ કર્મચારીઓ વતી નમ્ર વિનંતી છે કે નવા કરારની સાથે અમારા સૌ કર્મચારીઓના પગારમાં પણ વધારો કરી આપવા માંગ કરી છે. કર્મચારીઓએ યુનિવર્સિટી કેમ્પસ ગેટ પર જ ધરણાં કરી વિરોધ નોંધાવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!