વડોદરા: MSUમાં ફર્નિચર ખરીદીમાં કૌભાંડની શિક્ષણ વિભાગ દ્વારા તપાસ

On: February 7, 2022 11:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 07

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ફર્નિચરના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મુખ્યમંત્રીને કરતા રાજ્ય શિક્ષણ વિભાગના મહિલા ઓફિસરે આજે ચીફ વોર્ડનની ઓફિસ ખાતે નિવેદનની પ્રક્રિયા હાથ ધરી હતી. હવે સંપૂર્ણ અહેવાલ તૈયાર કરી શિક્ષણ વિભાગ કમિશનરને સુપરત કરાશે.

તાજેતરમાં એમએસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ  સત્તાધીશોએ હોસ્ટેલમાં ફર્નિચરના કામ સંદર્ભે ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ જાતના નોટિફિકેશન વગર ફર્નિચરનું કામ મળતિયાઓને આપી સત્તાધીશોએ ભ્રષ્ટાચાર આચર્યો છે. કોન્ટ્રાક્ટરે કોઈ પણ નિયમોનું પાલન કર્યું નથી. 1.42 કરોડના બિલોની કોપી પુરાવા રૂપે રજુ કરી છે. ખરેખર વાઇસ ચાન્સેલરને 60 હજારની મર્યાદામાં અને વધુમાં વધુ અઢી લાખના કામની સત્તા છે.  ત્યારે આટલું મોટું બિલ કઈ રીતે ચૂકવાયું તે  અંગે તપાસ હેતુ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસ સહિત 18 લોકો બેઠકમાં સામેલ હતા. તપાસના અંતે કસૂરવારો સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ છે.

દરમિયાન રાજ્ય સરકાર દ્વારા તપાસ માટે મહિલા અધિકારીને ફરજ સોંપવામાં આવી હતી. મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટી ખાતેની ચીફ વોર્ડનની ઓફિસમાં  મહિલા અધિકારી ડૉ. સ્મિતા છાબએ તપાસ આરંભી હતી, જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદના અનુસંધાને બે દિવસ સુધી તપાસનો દોર ચાલશે. આ અંગે રજીસ્ટાર અને ફરિયાદીના જવાબ તથા આધાર પુરાવા ચકાસવામાં આવી રહ્યા છે. જેનો અહેવાલ તૈયાર કરી શિક્ષણ વિભાગ કમિશનરને સુપરત કરવામાં આવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!