Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરેન્દ્રનગર સબ જેલમાં બંધ 23 કેદી સંક્રમિત : કોરોનાના કુલ 113 નવા કેસ

On: January 24, 2022 11:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સબજેલમાં કોરોના રાફડો ફાટતા તંત્રમાં દોડધામ મચી

– જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં 18 અને શહેરી વિસ્તારમાંથી 95 કોરોના કેસ : 818 એક્ટિવ કેસ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાએ ફરી સેન્ચ્યુરી ફટકારી છે. સોમવારે જિલ્લામાં નવા ૧૧૩ કેસ નોંધાયા છે. જેમાં જેલમાં બંધ ૨૩ કેદીઓનો પણ સમાવેશ થાય છે. સુરેન્દ્રનગરની સબજેલના એક સાથે ૨૩ કેદીઓ સંક્રમીત થતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ે રવિવારે ૭૭ કેસ આવ્યા પછી સોમવારે ફરી સદી ફટકારતા નવા ૧૧૩ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ફરી સૌથી વધુ વઢવાણ તાલુકાના-શહેરી વિસ્તારમાં ૮૩ કેસ નોંધાયા છે. 

ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૩ કેસ, પાંચ ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૨ અને શહેરી વિસ્તારમાં ૭ મળી કુલ-૯ કેસ, લખતરના ગ્રામ્ય વિસ્તારમાં ૨ કેસ, લીંબડીમાં શહેરી વિસ્તારમાં ૮ કેસ, મુળી તાલુકાના  ગ્રામ્ય વિસ્તારોમાં ૪ કેસ, પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૪ કેસ અને વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૩ તેમજ શહેરી વિસ્તારમાં ૮૦ મળી ૮૩ પોઝીટીવ કેસ નોંધાયા છે.

જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૧૮ અને શહેરી વિસ્તારમાંથી કુલ-૯૫ કેસ સામે આવ્યા છે. સોમવારે ૧૯૬૭ જેટલા આર.ટી.પી.સી.આર અને ૩૪૫ જેટલા એન્ટીજન મળી કુલ ૨૩૧૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કુલ ૭૬ દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં કુલ ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ૪૦૩ પર પહોંચી છે. એકટીવ કેસની સંખ્યા ૮૧૮ થઈ છે. સૌથી વધુ એકટીવકેસ વઢવાણ તાલુકામાં ૪૨૫ અને બીજા ક્રમે ધ્રાંગધ્રા તાલુકામાં ૧૩૯ કેસ છે. જ્યારે સૌથી ઓછા એકટીવકેસ સાયલા તાલુકામાં ૨ કેસ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરની સબજેલના ૨૩ કેદીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. ૧૨૫ની ક્ષમતા વાળી આ સબજેલમાં ઠાંસીઠાંસીને ૨૪૦ થી વધુ કેદીઓ ભરવામાં આવ્યા છે કારણે સંક્રમણ વધવાની સંભાવના છે. હાલમાં આ ૨૩ સંક્રમીત કેદીઓને શહેરની મહાત્માગાંધી સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામા આવેલ છે. જિલ્લામા આવતા પોઝીટીવ કેસોને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન, બફર અને કોર એરીયા જાહેર કરી જેતે વિસ્તારમાં સંક્રમણ ઘટે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

લીંબડીના વધુ કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેનટ ઝોન જાહેર કરવામાં આવેલ છે. લીંબડીમાં આવે ચિત્રકુટ સોસાયટીના ૫ ઘરોની ૨૫ની વસતીના, સિદ્ધનાથ સોસાયટીના ૫ ઘરોની ૧૭ની વસ્તીના, વાલ્મીકીનગરના ૫ ઘરોની ૩૯ની વસ્તીના અને અરિહંત નગરના ૫ ઘરોની ૧૬ની વસ્તીના, મોટા વાસના ૫ ઘરોની ૨૨ની વસ્તીના, રામકૃષ્ણ નગરના ૧૦ ઘરોની ૩૭ની વસ્તીના, બી.એ.કન્યા વિદ્યાલય પાસેના ૩ ઘરોની ૧૨ની વસ્તીના, આર. આર. હોસ્પિટલ પાસેના ૫ ઘરોની ૩૩ની વસ્તીના, ત્રિભોવન પાર્કના ૫ ઘરોની ૧૨ ની વસ્તીના, પરમાર ફળીના ૧ ઘરની ૨ વસ્તીના, આનંદપાર્કના ૧ ઘરની ૬ વસ્તીના, દાવલશા શેરીના ૬ ઘરોની ૨૩ની વસ્તીના, મથુરા પરાના ૪ ઘરોની ૨૦ની વસ્તીના, નવયુગ સોસાયટીના ૩ ઘરોની ૧૭ ની વસ્તીના અને વાલ્મીકી નગરના ૬ ઘરોની ૩૦ની વસ્તીના સમગ્ર કોવીડ-૧૯ કન્ટેનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે તથા આ વિસ્તારમાં કોઈપણ વ્યકિતઓના સમુહનો આ ક્ષેત્રમા જમાવડો કે ભેગા થવા પર પ્રતિબંધ રહેશે કોઈપણ વ્યીકતએ ભીડ એકઠી કરવાની નહી કે પોતે ભીડનો ભાગ બનવાનું રહેશે કે  તેઓ પોતાના ઘરની બહાર નિકળશે નહી આ વીસ્તારમાથી કોઈપણ પ્રકારનુ રોકાણ કર્યા સિવાય સીધે સીધા વાહનો આવશ્યક અને આકસ્મીક પ્રસંગોએ પસાર થઈ શકશે નહી.

આ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની તમામ દુધાનો, કાર્યાલાય, ફેકટરી, ગોદામ, લારી-ગલ્લા, પથરણા, ફેરીયાઓની તમામ ગતીવીધીઓ ત્ત્કાલીક અસરથી બંધ કરવાની રહેશે.જ્યારે લીંબડીમાં આવેલ ચિત્રકુટ સોસાયટીના ૯ ઘરોની ૫૪ ની વસ્તીના, સિદ્ધનાથ સોસાયટીના ૩૦ ઘરોને ૧૫૦ની વસ્તીના, વાલ્મીકીનગરના ૨૪ ઘરોની ૧૦૧ની વસ્તીના અને અરિહંતનગર ના ૨૨ ઘરોની ૭૦ની વસ્તીના, મોટા વાસના ૧૯ ઘરોની ૧૦૯ની વસ્તીના, રામકૃષ્ણ નગરના ૪૩ ઘરોની ૨૩૦ની વસ્તીના, બી.એ.કન્યા વિદાલય પાસેના ૧૫ ઘરોની ૧૦૫ની વસ્તીના, આર.આર.હોસ્પિટલ પાસેના ૨૦ ઘરોની ૧૦૭ની વસ્તીના, ત્રિભોવન પાર્કના ૨૭ ઘરોની ૧૩૭ની વસ્તીના, પરમાર ફળીના ૧૨ ઘરોની ૪૮ની વસ્તીના, આનંદપાર્કના ૯ ઘરોની ૩૭ની વસ્તીના, દાવલશા શેરીના ૪૨ ઘરોની ૨૦૮ની વસ્તીના, મથુરા પરાના ૨૨ ઘરોની ૧૨૭ની વસ્તીના, નવયુગ સોસાયટીના ૨૧ ઘરોની ૧૧૩ની વસ્તીના અને વાલ્મીકી નગરના ૨૨ ઘરોની ૧૧૩નછી વસ્તીના સમગ્ર વિસ્તારને કોર એરીયા બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.

સબજેલના 125ની ક્ષમતા સામે 240 જેટલા કેદી

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ વધતા જાય છે. શહેરની સબજેલમાં ૨૩ જેટલા કેદીઓ સંક્રમીત દોડધામ મચી જવા પામી છે જેલમાં ૧૨૫ની ક્ષમતા હોવા છતા હાલમાં ૨૪૦ જેટલા કેદીઓને ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. તેથી વધુ સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રાખવી ખુબજ જરૃરી બની ગઈ છે. ૧૨૫ની ક્ષમતા વાળી આ સબજેલમાં ઠાંસીઠાંસીને ૨૪૦ થી વધુ કેદીઓ ભરવામાં આવ્યા છે કારણે સંક્રમણ વધવાની સંભાવના છે. હાલમાં આ ૨૩ સંક્રમીત કેદીઓને શહેરની મહાત્માગાંધી સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામા આવેલ છે. 

જિલ્લામાં 8135 બાળકોનું રસીકરણ કરાયું

૧૫ થી ૧૮ વર્ષના બાળકોને રસી આપવાની કામગીરી હેઠળ અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૮૧૩૫૩ બાળકોના રસીકરણની કામગીરી કરવામાં આવી છે. જ્યોર જિલ્લામા અત્યાર સુધીમાં ૧૩,૪૨,૪૦૦ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!