Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામજોધપુરમાં શેઠ વડાળા વાડી વિસ્તારમાંથી દેશી તમંચા અને તેના છરા-પાવડર સાથે ઉપલેટા પંથકના બે શખ્સો પકડાયા

On: January 24, 2022 7:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા.24

જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક અને તેના છરા તેમજ પાવડર સહિતની સામગ્રી સાથે ઉપલેટા પંથકના બે શખ્સોને પોલીસે પકડી પાડયા છે, અને તેઓ સામે હથિયાર ધારા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામ પાસે ગઈકાલે રાત્રે શેઠ વડાળાની પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન ઉપલેટા તાલુકાના પડવાલ ગામના વતની હારૂન હુસેનભાઇ મથુપોત્રા અને જાવીદ અલીભાઈ નોઈડા નામના બે શખ્સો શંકાસ્પદ હાલતમાં બાઇક પર નીકળતાં તેઓને રોકવામાં આવ્યા હતા, અને તલાશી લેવાઈ હતી.

જે તલાશી દરમિયાન તેઓ પાસેથી એક દેશી બનાવટની ડબલ બેરલ મઝલલોડ બંદૂક મળી આવી હતી. સાથોસાથ બંદૂકના 310 નંગ છરા, તેમજ એલ્યુમિનિયમની સીશીમાં ભરેલા સો ગ્રામ જેટલો કલરનો પાવડર વગેરે મળી આવ્યા હતા.

જેઓ એક મોટરસાયકલ પર નીકળ્યા હોવાથી પોલીસે તેઓનું મોટરસાયકલ, તેમજ ગેરકાયદે હથિયાર બંદૂક અને છરા તથા પાવડર વગેરે કબજે કરી લઈ બંનેની અટકાયત કરી લીધી છે. જ્યારે તેઓ સામે શેઠ વડાળા પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ અંગેની કલમ હેઠળ ગુનો નોંધી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!