Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર જિલ્લામાં કોરોના રાજ્યકક્ષાના કેન્દ્રીય કેબિનેટ મંત્રી સુધી પહોંચ્યો: ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ કોરોના સંક્રમિત થયા

On: January 24, 2022 5:00 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા ૩૦થી વધુ આરોગ્ય કર્મીઓ પણ કોરોના સંક્રમિત થયા

જામનગર, તા. 24

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો ફૂફાડો આગળ વધતો જાય છે, અને કેટલાક રાજકીય આગેવાનો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાં આજે જામનગર જિલ્લાના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત થયા છે. ઉપરાંત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં કોરોના દર્દીઓની સારવાર સાથે જોડાયેલા ૩૦ થી વધુ આરોગ્ય કર્મીઓ પણ કોરોના સંક્રમિત બની ગયા છે. જે તમામને હોમ આઇસોલેટ કરાયા છે.

જામનગર શહેર અને જિલ્લાના અનેક રાજકીય અગ્રણીઓ, વેપારી આગેવાનો, તથા સરકારી અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે, જેમાં આજે એક વધુ નામ ઉમેરાયું છે. ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ કે જેઓ પણ આજે કોરોના સંક્રમિત થઈ ગયા છે, અને તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે, અને પોતાના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિએ કોવિડ પરીક્ષણ કરાવી લેવા અનુરોધ કર્યો છે. જોકે તેઓની તબિયત સારી છે અને હોમ આઇસોલેટ થયા છે.

આ ઉપરાંત જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ વિભાગમાં પ્રથમ માળે અને સાતમા માળે કોરોનાના અલગ અલગ વોર્ડ ખોલવામાં આવ્યા છે, અને તેમાં 24 કલાક દરમિયાન તબીબો તથા અન્ય આરોગ્ય કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે. જે પૈકીના ત્રીજી લહેર દરમિયાન ૩૦થી વધુ આરોગ્ય કર્મીઓ કોરોના સંક્રમિત થઈ ગયા છે.

જોકે તમામ સંક્રમિત આરોગ્ય કર્મીઓને હોમ આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે, અને તેઓની તબિયત સારી છે. ત્રીજી લહેરમાં આરોગ્ય કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચડી જતા હોવાથી તબીબો સહિતની ટીમે પણ સાવચેતી રાખવી પડી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!