[ad_1]
ભુજ,શનિવાર
વેર્સ્ટન ડિસ્ટર્બન્સ અને સાઈકલોનીક સક્યુલેશનની સીસ્ટમને કારણે રાજ્યની સાથે કચ્છના વાતાવરણમાં પાછલા બે દિવસાથી પલ્ટો આવ્યો છે. હવામાન વિભાગની છુટાછવાયા વરસાદની આગામી વચ્ચે ધુંધળો માહોલ જોવા મળ્યો છે. પવનની ગતિ સરેરાશ ૧પાથી ર૦ કિલોમીટર રહેવા પામી છે. જેાથી કોટેશ્વરમાં બોટને નુકશાન થવા પામ્યું છે.
દિવાળી બાદ રાજ્યમાં માવઠાનો દોર જારી રહ્યો છે. પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ઝડપમાં ગત બપોરાથી ભારે વાધારો જોવા મળ્યો છે. રાત્રિના પણ સુસવાટા મારતા વેગીલા વાયરા ફુંકાયા હતા. દિવસભર ધુળીયો માહોલ સર્જાયો હતો. તેજ ગતિએ ફુંકાતા પવનના લીધે લોકોને ગરમ વસ્ત્ર પહેરવાની ફરજ પડી હતી. જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ તેજ ગતિએ પવન ફુંકાતા કોટેશ્વરમાં લાંગરેલી બોટને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક માછીમારીનો સામાન દરિયામાં તણાઈ જવા પામ્યો છે. માછીમારો દ્વારા સરકાર પાસે વળતરની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ પિયતવાળા પાકો જેવા કે રાયડો, ઘઉંની નમી જવાથી નુકશાન જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
લઘુત્તમ તાપમાન સામાન્ય વાધઘટ નોંધાઈ હતી. ભુજમાં ૧૮.૬, કંડલા(એ) ૧૯.૪, નલિયા ૧૯.૮ અને કંડલા પોર્ટમાં ર૦.ર ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોધાયો છે. ભુજમાં પવનની ગતિ વાધીને પ્રતિ કલાક સરેરાશ ૧૪ કિ.મી. અને દિશા પશ્ચિમી ઉત્તર પશ્ચિમની રહી હતી. હવામાં ભેજનું પ્રમાણ ઘટીને સવારે ૭૭ ટકા અને સાંજે ર૮ ટકા નોંધાયું હતું.
કોટેશ્વરના દરિયામાં જેટીમાં લાંગરેલી બે બોટ ડૂબી ગઈ
કચ્છમાં ભારે પવન ફુંકાવાની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી હતી જેના પગલે લખપતના કોટેશ્વર પાસે દરિયા કિનારે લાંગરવામાં આવેલી બે બોટ ડુબી ગઈ હતી જયારે ત્રણ બોટને ભારે નુકશાન પહોંચ્યુ હતુ. કોટેશ્વર પાસેની જેટીમાં દરિયાઈ ભરતીના કારણે આ ઘટના ઘટી હતી.
સમગ્ર રાજયની સાથોસાથ કચ્છમાં પણ માવઠા અને ભારે પવનની આગાહી હોવાથી ખાસ તો માછીમારોને દરિયો ન ખેડવા કહેવાયુ હતુ ત્યારે લખપતના કોટેશ્વર દરિયા કિનારે માછીમારોએ પોતાની બોટને લાંગરી હતી પરંતુ આજે સવારાથી ભારે પવન ફુંકાતા દરિયામાં ભરતી આવી હતી જેના પગલે જોરદાર મોજો ઉછડયા હતા. જેના કારણે લાંગરેલી અનેક બોટ જેટી સાથે આૃથડાઈ હતી. જેમાં, નારાયણ સરોવરના માછીમાોરોની ૨ બોટ દરીયાના પાણીમાં ડુબી ગઈ હતી. બેાથી ત્રણ બોટમાં પાણી ભરાઈ જવાના કારણે નુકશાન થયુ હતુ. માછીમારોએ આ ઘટના અંગે નારાયણ પોલીસ માથકને પણ જાણ કરી હતી.
[ad_2]
Source link






