અમદાવાદમાં ૨૧ દિવસમાં કોરોના સંક્રમિત થવાથી ૩૦ દર્દીનાં મોત

On: January 21, 2022 11:57 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,શુક્રવાર,21 જાન્યુ,2022

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસોથી નવી
સપાટી બનાવી રહ્યા છે.આ પરિસ્થિતિમાં ૨૧ દિવસમાં કોરોના સંક્રમિત થવાથી ૩૦ લોકોનો
મોત થવા પામ્યા છે. કોરોના વેકિસનના બંને ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયા બાદ
સારવાર માટે દાખલ થયેલા  તેર દર્દીના  મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે.હાલ
સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે આ સ્થિતિમાં જે લોકોએ હજુ સુધી કોરોના વેકિસન
લીધી નહોતી એવા આઠ દર્દીના કોરોના સંક્રમિત થયા બાદ મોત થવા પામ્યા હતા.

અમદાવાદમાં ગુરુવારે કોરોનાના ૯૮૩૭ કેસ અને સાત સંક્રમિત
દર્દીના મોત થયા હતા.આ વર્ષના આરંભે પહેલી જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી સુધીમાં
શહેરમાં કોરોના સંક્રમણથી થયેલા મોતમાં જે લોકોએ કોરોના વેકિસનના બંને ડોઝ લીધા
હોય એવા તેર દર્દીના મોત થયા છે.આ અંગે 
મળતી માહિતી મુજબ
,આ એવા
દર્દી હતા.જેઓ કોરોના સંક્રમણની સાથે અન્ય અસાધ્ય રોગની બીમારીથી ગ્રસ્ત
હતા.ઉપરાંત કોરોના સંક્રમણ બાદ સારવાર માટે લઈ જવામાં મોડુ થવાના કારણે પણ આ
દર્દીઓના મોત થયા હોવાની સંભાવના છે.

આઠ એવા દર્દીઓના મોત થયા છે જેમણે કોરોના વેકિસનનો એક પણ
ડોઝ લીધો નહોતો.જે દર્દીઓ આરોગ્યના અલગ અલગ કારણોસર કોરોના વેકિસન લેવાને પાત્ર
નહોતા એવા છ કોરોના સંક્રમિત દર્દીના મોત થવા પામ્યા હતા.જે લોકોએ કોરોના વેકિસનનો
માત્ર એક જ ડોઝ લીધો હોય એવા ત્રણ કોરોના સંક્રમિત દર્દીના મોત થવા પામ્યા હતા.આ
પરિસ્થિતિમાં કોરોના વેકિસન જ સંક્રમણ સામે રક્ષણનો વિકલ્પ હોવાનુ કહી તબીબા
દ્વારા  જેમણે કોરોના વેકિસન હજુ સુધી લીધી
ના હોય એવા તમામ લોકોને રસી લેવા અપીલ કરાઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!