[ad_1]

જામનગર, તા. 21 જાન્યુઆરી 2022 શુક્રવાર
જામનગર શહેર માટે આજે કોરોનાનું સંક્રમણ ઘાતક નીવડ્યું છે, અને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહેલા એક વયોવૃદ્ધ દર્દીનું કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.જેથી કોરોના ના મામલે શહેરમાં ભય ફેલાયો છે.
જામનગરમાં સ્વામીનારાયણ નગર વિસ્તારમાં રહેતા ઉકાભાઇ ખીમજીભાઈ ચાવડા નામના 84 વર્ષના બુઝુર્ગ કે જેઓ કોરોનાગ્રસ્ત બની ગયા હોવાથી પરમદીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર પછી આજે વહેલી સવારે પોણા સાતેક વાગ્યાના અરસામાં તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. જેઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે.
જી.જી. હોસ્પિટલ ની ટીમ દ્વારા સરકારી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને જામનગરના આદર્શ સ્મશાનમાં લઈ જવાયો હતો, અને ત્યાં પરિવારની હાજરીમાં કોવિડ પ્રોટોકોલ મુજબ મૃતદેહની અંતિમવિધિ કરી લેવામાં આવી છે. જામનગરમાં વધુ એક કોરોનાગ્રસ્ત દર્દી ના મૃત્યુને લઈને ભયનો માહોલ ફેલાયો છે.
[ad_2]
Source link






