[ad_1]

અમદાવાદ,ગુરુવાર,20 જાન્યુ,2022
અમદાવાદ શહેરમાં કોરોનાના ૮ હજારથી વધુ કેસ બુધવારે નોંધાતા
આ બાબતની સ્ટેન્ડીંગ કમિટીની મળેલી ઓનલાઈન બેઠકમાં નોંધ લેવામાં આવી હતી.શહેરમાં
મ્યુનિ.દ્વારા કાર્યરત કરવામાં આવેલા કોરોના ટેસ્ટ માટેના ડોમ ઉપર ટેસ્ટીંગ કીટ
ખુટી પડતી હોવાની ફરિયાદોની વચ્ચે તમામ ટેસ્ટીંગ ડોમ ઉપર કીટની સંખ્યામાં વધારો
કરવા ઉપરાંત ટેસ્ટીંગ માટેનો સમય વધારવા નિર્ણય કરવામાં આવ્યો હતો.દસ જેટલા
સી.એચ.સી.કેન્દ્રો ઉપર રાતે દસ સુધી કોરોના ટેસ્ટ કરવા માટેની પણ તંત્રના
અધિકારીઓને સુચના આપવામાં આવી છે.
સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે પ્રતિક્રીયા આપતા કહ્યુ,સંક્રમણના હાલના સમયમાં
એવી બાબત ધ્યાન ઉપર આવી હતી કે,કેટલાક સ્થળોએ
ટેસ્ટીંગ કરવા માટે આપવામાં આવતી કીટ ખુટી પડવાથી ટેસ્ટીંગની કામગીરી બંધ કરવી પડે
છે.આમ ના થાય અને વધુ સંખ્યામાં ટેસ્ટ થઈ શકે એ માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટ
માટેની કીટ વધુ સંખ્યામાં આપી બપોરના ચાર સુધી કોરોના ટેસ્ટીંગ થઈ શકે એવી વ્યવસ્થા
ગોઠવવા તંત્રના અધિકારીઓને સુચના આપવામાં આવી છે.
હાલમાં સરકારની કોવિડ ગાઈડ લાઈન મુજબ,લગ્ન પ્રસંગમાં
માત્ર ૧૫૦ લોકોને રાખવાની મંજુરી આપવામાં આવી હોવાથી જે લોકો હોલ બુકીંગ રદ કરાવે
તેમને ૯૫ ટકા રકમ પરત કરવા અંગે તાકીદમાં રજુ કરવામાં આવેલી દરખાસ્ત મંજુર કરવામાં
આવી હતી.કોતરપુર વોટર વર્કસનો પાણી પુરવઠો પશ્ચિમના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન
સુધી પહોંચાડવાના ૯૮ કરોડના કામ સહિત કુલ ૧૩૬ કરોડના કામોને મંજુરી આપવામાં આવી
હતી.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ ૩૧ જાન્યુઆરીના રોજ વય મર્યાદાના કારણોસર
નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમને એક વર્ષ અથવા ચીફ ફાયર ઓફિસરની રેગ્યુલર નિમણૂંક
થાય એ બે પૈકી જે પ્રથમ બને ત્યાં સુધી કોન્ટ્રાકટ બેઝ ઉપર રાખવાનો નિર્ણય કરવામાં
આવ્યો છે.
શહેરમા કોરોનાની સેલ્ફ ટેસ્ટ કીટની ડીમાન્ડમાં ધરખમ વધારો
કોરોના સંક્રમણમાં વધારો થતા શહેરમાં કોરોના સંક્રમણ છે કે કેમ? એ જાણવા સેલ્ફ
ટેસ્ટ કરવા માટેની કીટની ડીમાન્ડમાં ધરખમ
વધારો થવા પામ્યો છે.એક સમયે શહેરના વિવિધ મેડિકલ ડીલરો અને રીટેઈલરોને ત્યાંથી
રોજની છ હજાર જેટલી સેલ્ફ ટેસ્ટ કીટની ડીમાન્ડ રહેતી હતી.હાલમાં કોરોનાના કેસમાં
વધારો થતા રોજ પંદર હજાર જેટલી સેલ્ફ ટેસ્ટની કીટનો ઉપાડ જુદા-જુદા વિસ્તારના
રહીશો દ્વારા કરવામાં આવતો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.
[ad_2]
Source link






