[ad_1]

પ્રતિનિધિ દ્વારા, સુરત
4 જાન્યુઆરી ને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવાય છે.તેની ઉજવણી ખાસ અંધ બાળકો માટે કરવામાં આવે છે.કહેવાય છે કે ભગવાન જ્યારે શરીર માં એક ખામી આપે ત્યારે તેની સામે કઈંક અન્ય શક્તિ પણ આપતા હોય છે.હવે આ અંધ બાળકો લાઈફ સ્પોર્ટ સિસ્ટમ થકી લોકો નો જીવ બચાવશે.
અંધજન શાળા ખાતે બ્રેઈલ દિવસ ની ઉજવણી દરવર્ષે કરવામાં આવે છે.જો કે આ વખતે અંધજન શાળા માં આ ઉજવણી કઈંક વિશેષ બની રહેશે.કારણકે હવે આ બાળકોને લાઈફ સ્પોર્ટ સિસ્ટમ ની ખાસ ટ્રેનિંગ આપવામાં આવનાર છે.જેના થકી તેઓ આંખ ના હોવા છતાં મરતા માણસ નો જીવ બચાવી શકશે.અંધજન શાળા ના મનીષા બહેને કહ્યું કે”અમારી શાળા માં બાળકો માટે અલગ અલગ પ્રવૃત્તિ ચાલતી જ રહે છે.પંરતુ આ વખતે અમે આ બાળકો માટે કઈ અલવ કરવાનું વિચાર્યું અને ડોકટર સાથે વાત કરીને અમે એક વર્કશોપ નું આયોજન કર્યું છે.જેમાં તેઓ આ બાળકોને લાઈફ સ્પોર્ટ સિસ્ટમ શીખવાળીશું.જેથી તેઓ મુશ્કેલી ના સમય માં કોઈ નો જીવ બચાવી શકે.
ડો.પ્રશાંતએ કહ્યું કે”લાઈફ સ્પોર્ટ સિસ્ટમ દરેક વ્યક્તિ એ શીખવું જોઈએ.કારણકે હાલ માં સમય બદલાયો છે.ક્યારે જરૂર પડે તે ખબર નથી હોતી આ પહેલા અમે બહેરા મૂંગા બાળકો ને આ સિસ્ટમ શીખવી છે.કઈ રીતે સીપીઆર આપવું,કેટલો આપવો આ તમામ વસ્તુ અમેં શીખવી છે.બ્રેઈલ દિવસે અમે ખાસ અંધ બાળકો ને આ શીખવાળીશું.ભલે તેઓ નથી જોઈ શકતા પરંતુ તેઓ ની સેન્સ ઘણી વધુ હોય છે.તેથી તેઓ ઝડપ થી આ વસ્તુ શીખી શકે છે.તેઓ જોઈ નથી શકતા પરંતુ સ્પર્શ થકી તેઓ કઈ જગ્યાએ સીપીઆર આપવું તે સમજી શકે છે.તેથી હવે આ અંધ બાળકો પોતાના સાથી કે અન્ય લોકો નો પણ જીવ બચાવી શકશે.9 થી 12 માં અભ્યાસ કરતા બાળકો ને આ શીખવવામાં આવશે. 60 જેટલા બાળકો આ શીખશે.
[ad_2]
Source link






