Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ડિપ્લોમા-ITI ના વિદ્યાર્થીઓને કોલેજોમાં જ કોરોના રસી અપાશે

On: January 3, 2022 1:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

કેન્દ્ર
સરકારની  જાહેરાત બાદ ગુજરાત સરકાર દ્વારા
આવતીકાલે ૩જી જાન્યુઆરીથી ૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓ-બાળકો માટે કોરોનાની રસી
આપવાનું શરૃ થનાર છે ત્યારે સ્કૂલોના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં જ રસી આપવામા આવનાર
હોઈ કોલેજો માટે પણ કોલેજમાં જ કેમ્પ કરી રસી આપવાની સૂચના અપાઈ છે. આરોગ્ય વિભાગે
ટેકનિકલ શિક્ષણ કચેરી સહિતની વિવિધ ઉચ્ચ શિક્ષણની કચેરીને પરિપત્ર કરીને કોલેજોના
પણ કોઈ વિદ્યાર્થી રસી વગર ન રહી જાય તે રીતનું આયોજન કરવા સૂચના આપી છે.

આરોગ્ય વિભાગ
દ્વારા ઉચ્ચ શિક્ષણની અને ટેકનિકલ શિક્ષણની કચેરીઓને પરિપત્ર કરીને સૂચના અપાઈ છે
કે ૧૫થી૧૮ વર્ષ વચ્ચે આવતા બાળકોને રસી આપવામા આવનાર છે ત્યારે તમામરી તાબા હેઠળની
તમામ ટેકનિકલ-ઉચ્ચ શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ માટે પણ રસીકરણનું આયોજન કરવામા
આવે.જેમાં ચીફ ડિસ્ટ્રીક હેલ્થ ઓફિસર્સ-મેડિકલ ઓફિસર્સ ઓફ હેલ્થ સાથે મળીને કોલેજોના
વિદ્યાર્થીઓનું ૧૦૦ ટકા રસીકરણ કરવાનુ ંરહેશે.સરકારની સૂચનાને પગલે ડાયરેકટર ઓફ
ટેકનિકલ એજ્યુકેશન દ્વારા તમામ સરકારી ડિપ્લોમા કોલેજોને પરિપત્ર કરીને ૩જીથી
રસીકરણ માટે પ્રક્રિયા કરવા જણાવાયુ છે.જેમા કોલેજે પોતાના જિલ્લાની આરોગ્ય
કચેરીને સંપર્ક કરીને કોઈ પણ એક દિવસે રસીકરણ કેમ્પનું આયોજન કરવાનુ રહેશે અને તે
દિવસે મેડિકલ સ્ટાફ દ્વારા કોલેજમાં જ આવીને વિદ્યાર્થીઓને રસી અપાશે.

જો કે કોલેજ
વિદ્યાર્થીઓને અગાઉથી જાણ કરીને રસી માટે બોલાવવાના રહેશે.જ્યારે ખાનગી ડિપ્લોમા
કોલેજો માટે જીટીયુને જાણ કરવામા આવી છે.જીટીયુ દ્વારા પણ હવે ખાનગી ડિપ્લોમા
કોલેજોને પોતાના વિદ્યાર્થીઓને રસી આપવા માટે જિલ્લા આરોગ્ય કચેરી સાથે સંપર્ક
કરીને વ્યવસ્થા કરવા જાણ કરાશે.આ ઉપરાંત આ જ રીતે રાજ્યમાં આવેલી તમામ આઈટીઆઈમાં
પણ કોલેજ કેમ્પસમાં જ વિદ્યાર્થીઓને રસી આપવામા આવશે.ડિપ્લોમા ઈજનેરી અને
આઈટીઆઈમાં ધો.૧૦ પછીના વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને તેઓ ૧૫થી૧૮ વર્ષ વચ્ચેના
છે.જેઓની સંખ્યા અંદાજે દોઢથી બે લાખ જેટલી છે.સરકાર દ્વારા સ્કૂલોના
વિદ્યાર્થીઓની જેમ કોલેજોના વિદ્યાર્થીઓને પણ રસી માટે ૭મીએ મેગા ડ્રાઈવ થનાર
છે.૭મીએ સ્કૂલો ઉપરાંત રાજ્યની તમામ કોલેજોમાં રસીકરણ કરાશે અને ૮મી સુધી પ્રથમ
ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરવાનો સરકારનો ટાર્ગેટ છે.જો કે હજુ સુધી ડિપ્લોમા
કોલેજો-ડીગ્રી કોલેજોને અને આઈટીઆઈ સંસ્થાઓને રસીકરણ માટે કોઈ લેખિત સૂચના આવી
નથી.આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ હેઠળની કોલેજોના વિદ્યાર્થીઓ કે જેઓ ૧૮ વર્ષના થયા નથી
અથવા તો જે યુનિ.ઓમાં ડિપ્લોમા ચાલે છે તે માટે પણ કોઈ સૂચના હજુ સુધી ઉચ્ચ
શિક્ષણમાંથી આવી નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!