સાંથલ પોલીસ મથકના તત્કાલિન કોન્સ્ટેબલને બે વર્ષની કેદની સજા

On: January 2, 2022 2:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.1

મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૩માં ફરજ
બજાવી રહેલા એક કોન્સ્ટેબલને એસીબીની ખોટી ફરીયાદ કરવાના કેસમાં અદાલતે દોષિચ
ઠેરવી બે વર્ષની કેદની સજા અને રૃ.૧ હજારના દંડનો હુકમ કર્યો હતો.

મહેસાણાના સાંથલ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૩માં પોલીસ
કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વાધુભાઈ અરજણભાઈ દેસાઈએ તે વખતે સાંથલ પોલીસ મથકના
તત્કાલિન પીએસઆઈ અને એએસઆઈ વિરૃધ્ધ એસીબીમાં ફરીયાદ કરી હતી. આ ગુનાની પોલીસે
કરેલી તપાસમાં ફરીયાદ ખોટી જાહેર થતાં સેસન્સ કોર્ટમાં કેસની સમરી રજુ કરવામાં
આવતાં  અદાલતે કોન્સ્ટેબલ સામે ફરીયાદ
કરવાનો હુકમ કર્યો હતો.જના આધારે કોર્ટ રજીસ્ટ્રારે આરોપી કોન્સ્ટેબલ સામે ફરીયાદ
નોંધાવી હતી. આ કેસ મહેસાણાના પાંચમા એડીશનલ ચીફ જયુ.મેજીસ્ટ્રેટ મહિડા સમક્ષ ચાલી
ગયો હતો.જેની સુનાવણીમાં સરકારી વકીલ ભરત સી.સોની દ્વારા કોર્ટમાં રજુ કરવામાં
આવેલ પુરાવા અને દલીલોના આધારે અદાલતે આરોપી કોન્સ્ટેબલને દોષિત ઠેરવ્યો હતો અને
બે વર્ષની સજા અને રૃ.૧ હજારના દંડનો હુકમ કર્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!