વડોદરા કોર્પોરેશનમાં આવતા મુલાકાતીઓ એ વેક્સિંગ ના બે ડોઝ લીધા નહીં હોય તો પ્રવેશ નહીં મળે

On: January 1, 2022 8:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સરકારે જારી કરેલા આદેશનો અમલ શરૂ કરી દેવાયો

વડોદરા, તા. 01

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે બંને ગેટ પર સરકારે જારી કરેલા આદેશને સુચના તરીકે લગાવી દેવામાં આવ્યો છે કે કોરોના ની રસીના બંને ડોઝ લીધા હોય તેવા મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે. મુખ્ય કચેરી ખાતે આ આદેશનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ વધવાથી કોરોનાના કેસોમાં વધારો થતાં સરકારે ગંભીર થઈને રાજ્યભરમાં આવેલી સરકારી કચેરીઓમાં આવતા લોકોને કોરોના ની રસી ના બે ડોઝ નહિ લીધા હોય તો પ્રવેશ નહીં આપવા અંગે ફરમાન જારી કર્યું છે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે કે રાજ્યની તમામ સરકારી કચેરીઓ એ આ આદેશનું પાલન કરવું .જેમાં વેક્સિન ના બે ડોઝ લીધા નહીં હોય તેવા મુલાકાતીઓને પ્રવેશ આપવામાં નહીં આવે. ખાસ તો કોર્પોરેશનની કચેરીમાં આવતા મુલાકાતીઓને કોરોના રસી  ના બે ડોઝ લીધા છે કે કેમ તેની તપાસ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. બંને ડોઝ લીધા હોય તેનું પ્રમાણપત્ર બતાવવું જરૂરી બની રહેશે. કોર્પોરેશનની વહીવટી વોર્ડ કચેરીમાં પણ આનો અમલ શરૂ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!