મહી કેનાલમાં ગાબડુ પડતા 70 વિઘા જેટલા ખેતરમાં પાણી ફરી વળ્યું

On: December 28, 2021 9:35 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– માવઠારૂપી કુદરતની થપાટ વચ્ચે

– સવારની ઘટનામાં મોડે સુધી જવાબદાર અધિકારીઓ ફરક્યા નહીં : ખેડૂતોની હાલત કફોડી બની

નડિયાદ : ખેડા જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યા બીજી તરફ મહુધાના સાસ્તાપુર ખલાડી રોડ ઉપર આવેલી મહી કેનાલમાં ગાબડુ પડતા લાખ્ખો લીટર પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

મહી કેનાલમાં આજે સવારના ૧૦.૩૦ની આસપાસ સામાન્ય ગાબડુ પડયુ હતુ.જેથી આ અંગે કેનાલ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી.જો કે સાંજના પાંચ વાગ્યા સુધી કેનાલના કોઇ અધિકારી સ્થળ પર ફરક્યુ ન હતુ.જેથી કેનાલમાં અવિરત પાણીનો પ્રવાહ વહેતા આસપાસના ૬૦થી ૭૦ વિઘા જમીનમાં પાણી ફરી વળ્યા હતા. એક તરફ કુદરતનો માર તો બીજી તરફ કેનાલ તુટતા ખેડુતોની સ્થિતી કફોડી થઇ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!