અમદાવાદ એરપોર્ટમાં રન-વે રિકાર્પેટિંગથી ૩૨ ફ્લાઇટ બંધ

On: December 18, 2021 10:07 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, શનિવાર

વાયબ્રન્ટ સમિટના
પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વે રિકાપટીગની તારીખમાં
ફેરફાર કરી આગામી ૧૭ જાન્યુઆરથી ૩૧ મે દરમિયાન કામગીરી હાથધરવામાં આવશે. હાલમાં અમદાવાદ
એરપોર્ટ પર પ્રતિદીન ૧૩૬ ફલાઇટોની આવનજાવન વચ્ચે રિકાર્પેટિંગની કામગીરીથી તેમાં ઘટાડો
થઇ ૧૦૩ ફલાઇટોના ડિપાર્ચર-એરાઇવલ થઇ જશે. એટલે કે એરપોર્ટ પર પ્રતિદિન ૩૩ ફલાઇટોની
આવનજાવન બંધ થશે જ્યારે ૧૫ જેટલી ફલાઇટો રિ-શેડયુઅલ કરવામાં આવશે. જેના કારણે અનેક
મુસાફરોને અવ્યવસ્થાનો સામનો કરવો પડશે.

અમદાવાદ એરપોર્ટ
પર ડોમેસ્ટિક સેક્ટરમાં સૌથી વધુ ફલાઇટ ઇન્ડિગોની છે જેના પ્રતિદીન ૫૦ જેટલા ડિપાર્ચર-એરાઇવલ
છે હવે રન-વેના રિ-કાર્પેટિંગના પગલે ઘટીને અંદાજીત ૩૮ જેટલા થઇ જશે. તેવી જ રીતે ગો
અને સ્પાઇસજેટના પ્રતિદીન ૩૨-૩૨ ફલાઇટોના ડિપાર્ચર-એરાઇવલ છે જે ઘટીને ૨૫-૨૫ થઇ જશે.
ઇન્ડિગોએ તેમના વ્યસ્ત રૃટ પર ચાલતી કેટલી ફલાઇટોને વડોદરાથી ઓપોરેટ કરવાનું પણ નક્કી
કર્યુ છે. જેમાં બેંગાલુરુ-ચેન્નાઇ અને મુંબઇનો સમાવેશ થાય છે. રન-વે રિકાર્પેટિંગના
સમયમાં અનેક ફેરફારોના કારણે એરલાઇન કંપનીઓએ બુકીંગ સિસ્ટમ પર ઓપન રાખ્યા હતા. તેવા
ઘણાય મુસાફરોએ એડવાન્સ બુકીંગ પણ કરી દીધા છે તેમની ફલાઇટ રદ ન થાય મુસાફરોના હાલાકીનો
સામનો ન કરવો પડે માટે એકબીજા સેક્ટરની ફલાઇટો મર્જ કરી મુસાફરોને સેવા આપશે.

ગો એરની સવારની
સાત વાગ્યાની લખનૌની ફલાઇટના મુસાફરનો દિલ્હીની ફલાઇટમાં મર્જ કરી દેવાશે જ્યારે વિસ્તારાની
સવારે ૧૦ઃ૫૫ની ફલાઇટના મુસાફરોને સવારે ૮ઃ૦૫ની ફલાઇટમાં મર્જ કરી દેવાશે હાલમાં એરલાઇન
કંપનીએ સિસ્ટમ પર આ ૧૦ઃ૫૫ની ફલાઇટનું બુકીંગ બંધ કર્યુ છે તેવી જ રીતે ઇન્ડિગોએ પણ
સિસ્ટમ પરથી બપોરની ફલાઇટોનું બુકીંગ હટાવી કેટલીક ફલાઇટોને રિ-શેડયુલ કરી છે. સ્ટાર
એરની કિશનગઢ અને ટ્ જેટની પોરબંદર, કંડલા ફલાઇટને બંધ કરવામાં આવશે.

જેસલમેરની ફલાઇટના
સમયમાં ફેરફાર કરી સવારે ૭ઃ૦૦ વાગે ઓપરેટ કરવા હાલ સંભવિત જાહેરાત કરાઇ છે. એર ઇન્ડિયાની
એકપણ ફલાઇટને અસર થશે નહીં. ડોમેસ્ટિક એરપોર્ટ પર વિમાનોના પાકગ માટે સ્પેસ ઘણી ઓછી
પીકઅવર્સમાં એકસાથે ૧૦થી વધુ ફલાઇટોનું સંચાલન કરવુ મુશ્કેલ છે.  આ કારણોસર જ સ્પાઇસજેટ અને ગો ફસ્ટને ટમનલ-૨ પરથી
ઓપરેટ કરવાનું નક્કી કરાયુ છે. પરંતુ હજું તેમાં વિવાદ ચાલી રહ્યો હોય તેમ ગો ફસ્ટ
હજું સુધી ટમનલ  શિફ્ટ કરવા  માટે કન્ફર્મેશન આપ્યુ ન હોવાનું સુત્રોએ જણાવ્યુ
છે.

 

રન-વેના રિકાર્પેટિંગથી
કેટલી ફલાઇટોને અસર

 એરલાઇન           હાલની ફ્લાઇટ રિકાર્પેટિંગ બાદ

ઇન્ડિગો                ૫૦            ૩૮

ગો ફસ્ટ               ૩૨            ૨૫

સ્પાઇસજેટ           ૩૨             ૨૪

એરઇન્ડિયા          ૦૮             ૦૮

વિસ્તારા             ૦૬             ૦૪

ટ્ જેટ               ૧૦             ૦૬

સ્ટાર એર           ૦૪              ૦૨

કુલ              ૧૩૬               ૧૦૩

(*હાલની ફ્લાઇટમાં
ડિપાર્ચર-એરાઇવલ સહિત કુલ.)

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!